Dahod

ઝાલોદ માં આગામી શ્રાવણ મહિનામાં મંદિરમાં વિવિધ આયોજન અંગે રૂપરેખા બનાવાઈ

Published

on

(પંકજ પંડિત દ્વારા)

ઝાલોદ નગરનું સોમનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે. આ મંદિરે શ્રાવણ મહિનામાં વિશેષ ભક્તિ ભર્યા ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. નગરના સમસ્ત હિન્દુ સમાજના લોકો આ ધાર્મિક પ્રોગ્રામમાં તન મન ધન થી સહયોગ કરતા હોવાથી અહીંયાં ઉજવાતા શ્રાવણ મહિનાના ઉત્સવો અનેરું આકર્ષણ ધરાવે છે.

Advertisement

આજરોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર સમિતિ દ્વારા સોમનાથ મહાદેવ ખાતે વાર્ષિક જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક જનરલ મીટિંગમાં નગરના હિન્દુ સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાયા હતા. સહુ પ્રથમ સાંજે ઉપસ્થિત સહુ લોકો આરતીના સમય પર ભગવાન ભોલેનાથની આરતી કરી મીટિંગની સરુંવાત કરવામાં આવી હતી. આ મીટીંગમાં આવનાર શ્રાવણ મહિનામાં માટે ઉપસ્થિત સહુ લોકોની સંમતિ થી આખા મહીના માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આ મીટિંગમાં શ્રાવણ મહિના દરમ્યાન સોમનાથ મહાદેવ મંદિરે નગરની વિવિધ મહિલા મંડળો દ્વારા અલગ અલગ દિવસે ભજન, સત્સંગ, સુંદરકાંડ,પૂજા પાઠ, હોમત્મક હવન, કાવડ યાત્રા, ભવ્ય શોભાયાત્રા, ભંડારાઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં આ બધા ખર્ચને પહોંચી વળવા ઉપસ્થિત સહુ લોકોને સહયોગ આપવા જણાવતા ઉપસ્થિત સહુ લોકો દ્વારા ઉદાર દિલે મંદિર કમિટીને દાન આપી સહયોગ કરેલ હતો. મંદિરમાં શ્રાવણ મહિના અંતર્ગત મંદિર સમિતિ દ્વારા પાણી, દૂધ, બીલીપત્રની વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ આખાં શ્રાવણ મહિના દરમ્યાન ભગવાન ભોલેનાથને વિશેષ થાળ પણ ધરાવવામાં આવનાર છે. વિશેષમાં દર સોમવારે ભગવાન ભોલેનાથનો શ્રાવણ મહિના દરમિયાન અલૌકિક વિશેષ શણગાર કરવામાં આવનાર છે સાથે સાથે નિત્ય દરરોજ ભગવાન ભોલેનાથની સવાર સાંજ થનાર મહા આરતીમાં ભાવિક ભક્તોને હાજર રહેવા પણ અનુરોધ કરાયો હતો. છેલ્લે સહુ ઉપસ્થિત લોકો માટે મંદિર સમિતિ દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement

Trending

Exit mobile version