Chhota Udepur

જેતપુરપાવી તાલુકાના કદવાલ પંથકમાં ગુનાખોરીને રોકવા પોલીસ સ્ટેશન સામે સ્પીડ બ્રેકર મૂકવું જરૂરી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના કદવાલ પંથકમાં બુટલેગરો તેમજ ગૌ તસ્કરો મોટી સંખ્યામાં અહીંથી અવર જવર કરતા હોય છે. કદવાલ પોલીસ મથક સામે સ્પીડ બ્રેકર નહી હોવાથી બુટલેગરો અને બાઈક ઉપર સ્ટંટ કરી અન્ય લોકો ના જીવન ઉપર જોખમ ઉભું થાય તેવી જોખમી રીતે વાહનો હંકારી જતાં નજરે પડે છે અને દારૂ ની હેરાફેરી કરનારાઓ માટે ખુબજ ફાયદાકારક સાબીત થઈ રહ્યું છે. ત્યારે સમાજ ના પ્રતિષ્ઠિત લોકો ની માંગણી છે કે પોલીસ સ્ટેશન સામે થઈ પસાર થતા મુખ્ય માર્ગ ઉપર બન્ને તરફ સ્પીડ બ્રેકર મુકવાની તાત્કાલિક જરૂરત છે. કદવાલ ખાતે રોડ ઉપર જ પોલીસ સ્ટેશન ભવનનું નિર્માણ કરાયું છે. પરંતુ ખુલ્લો રસ્તો હોવાના કારણે બે નંબરીયાઓ પોલીસ સ્ટેશન સામેથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી બેફામ નીકળતા હોય છે. ત્યારે આવી બદી ઓને રોકવા માટે કદવાલ પોલીસ સ્ટેશનની સામે સ્પીડ બ્રેકર મુકવા અત્યંત જરૂરી બન્યા છે. કેટલીક વાર અપરાધીઓ સાધનોમાં ગૌ તસ્કરી તેમજ વિદેશી દારૂઓ ભરી પસાર થતા હોય છે. અને કદવાલ પોલીસની સામેથી પુરપાટ ઝડપે નીકળી જતા હોય છે.

Advertisement

ત્યારે પોલીસને આવા સાધનો ઉપર શંકા જાય છે અને તેનો પીછો કરવાનો પ્રયાસ કરે ત્યાં સુધી ગુનાહિત પ્રવૃત્તિ કરતા સાધનો દૂર સુધી નીકળી જતા હોય છે. જો આવી પ્રવૃત્તિઓને અટકાવી હોય તો કદવાલ પોલીસ સ્ટેશનની સામે જો સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો ગુનાહિત પ્રવૃત્તિઓમા વપરાતા સાધનોમાં બ્રેક લાગે અને ગાડીઓમાં શંકાસ્પદ વસ્તુ કે ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી હોવાની જાણ થાય અને આવા ગુનેગારોને સમયસર ઝડપી શકાય અને આ પંથકના લોકોએ આ બાબતની ગંભીર નોંધ લઇ મીડિયા સમક્ષ આ મુદ્દો મૂક્યો હતો. જો આમ પોલીસ સ્ટેશનની સામે સ્પીડ બ્રેકર મૂકે તો ગુનેગારો પકડાઈ શકે તેમ છે.તે બાબત સામાન્ય જાણતા ને સમજાતી હોય તો કદવાલ પોલીસના ધ્યાને આ બાબત કેમ નથી આવતી કદવાલ પોલીસ દ્વારા માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી જો અહીં બંને બાજુ સ્પીડ બ્રેકર મુકવામાં આવે તો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થઈ શકે તેમ છે

Advertisement

Trending

Exit mobile version