Panchmahal

મેડી મદાર ગામે કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટી જતા શ્રમિકનું કમ કમાટી ભર્યું મોત

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મેડી મદાર ગામે ધાબુ ભરવા માટેની લિફ્ટની બકેટ તૂટી જતા માલ ભરેલ બકેટ નીચે પડતા શ્રમિકનું માથું ફાટી જતા તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજયું હતુ મેડી મદાર ગામના લોકો દ્વારા સ્વખર્ચ દાન ઉઘરાવીને ગામમાં મંદિર બનાવવાનું કામ ચાલતું હતું મંદિરનું કામ જલ્દીથી થાય તે માટે ગામ લોકોએ નજરુભાઈ રાઠવા પાસે માલ વાહન કરવાની લિફ્ટ મંગાવી હતી. જેનું ફીટીંગ અને સેટિંગ થયા બાદ ધાબુ ભરવાની કામગીરી ચાલતી હતી તે વખતે રવાલિયા ગામના વિઠ્ઠલભાઈ નાયકનાઓ લિફ્ટની નીચે ખાડો ખોદવાનું કામ કરતા હતા

Advertisement

આ વખતે લિફ્ટની બકેટનું દોરડું છૂટી જતા બકેટ વિઠ્ઠલભાઈ ના માથા પર પડતા વિઠ્ઠલભાઈ નું માથું ફાટી ગયું હતું અને તેઓને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજયું હતું આ બનાવ બનતા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો તથા હાલોલ રૂલર પોલીસને ખબર આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તથા રોજ કામ કરી મૃતકના દેહને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો આ અંગે હાલોલ પોલીસ દ્વારા અકસ્માત મોત ની નોંધ કરી તપાસના ચક્રો ગતિ માન કર્યા છે આ બનાવની જાણ રાવલિયા ખાતે થતાં મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રડારોર કરી મુકી હતી

Advertisement

Trending

Exit mobile version