Connect with us

Vadodara

મંજુસર સાવલી રોડ માં ગોબાચારી એક સાંધે ત્યાં તેર તૂટે રોડ ને માર્યા થીંગડા

Published

on

In Manjusar Savli Road, the gobachari one evening, there were 13 broken pieces on the road

સાવલી થી જિલ્લા મથક વડોદરા ને જોડતા મુખ્યમાર્ગ ને વર્ષો પહેલાં ચારમાર્ગીય બનાવાંયો હતો જ્યાં અવરજવર કરતાં અનેક વાહનો ના કારણે 24 કલાક ટ્રાફિક અવરજવર થી ધમધમે છે તે ચારમાર્ગીય મુખ્ય માર્ગ નું બે તબક્કે નવીનીકરણ કરાઈ રહ્યુંછે જેમાં મંજુસર થી સાવલી તરફ બનાવાઈ રહેલ માર્ગ પર વાહન સંતુલિત માટે અગત્યનું લેવલીંગ યોગ્ય રીતે ન કરાયાં હોવાની તેમજ હલકી કક્ષાના મટીરીયલ વપરાયા હોવાની વાહનચાલકો માં બૂમ ઉઠી છે રોડ નું કામ પૂર્ણ થતાં પહેલા જ અનેક જગ્યાએ નવા બનવાયેલ રોડ પર થિંગડાં મારી સામારકામ કરવાની ફરજ પડી તેજ શંકા ઉપજાવે તેવું છે કરોડો રૂપિયા ની માતબર રકમ ના ખચે બનેલ મંજુસર સાવલી નો રોડ જો યોગ્ય ધારાધોરણ થી બને તો આગામી પાંચ વર્ષ વાહનચાલકો ને રાહત રહે તેવી લોકમાંગ ઉઠી છે

વડોદરા જિલ્લા સાવલીતાલુકા માં મંજુસર જીઆઇડીસી માં અનેક મોટાં ઔદ્યોગિકએકમો આવેલાછે અને પાસે ના ડેસર પંથકમાં ટીમબા ગામે ક્વોરીઉધોગ અને મહીસાગર નદી માં આવેલી રેતી ની લીઝ ના કારણે અનેક ભારદારી વાહનો સહિત જિલ્લા મથક વડોદરા ને જોડતાં મુખ્યમાર્ગ પર ધંધાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગના ખાનગી વાહનો ની અવરજવર થી ધમધમાટ રહેછે વર્ષો પહેલાં આ માર્ગ ને ચારમાર્ગીય બનાવવામાં આવ્યો હતો જે ખખડધજ હાલતમાં હતો ચાલુ વર્ષે આ સાવલી વડોદરા ના માર્ગ નું બે તબક્કે નવીનીકરણ કરાઈ રહ્યું છે

Advertisement

વડોદરા ના દુમાંડ ચોકડી થી મંજુસર અને મંજુસર થી સાવલી બે અલગઅલગ ઇજારદાર દ્વારા બે તબક્કે કરાઈ રહેલી કામગીરી માં મંજુસર થી સાવલી તરફ ના રોડ ની કામગીરી માં અનેક જગ્યાએ બેદરકારી જોવા મળી રહી છે રોડ લેવલ અને નવા બનાવેલા રોડ માં જુના ટાયરટ્રેક કાઢ્યાં વગર નવીનીકરણ કરાતા નવા બનેલા રોડ પર અસંખ્ય જગ્યાએ ખાડા પડી જતાં નવા રોડ પર થિંગડાં મારી સમારકામ કરવા ની ફરજ પડી છે તેજ કામ ની ગુણવત્તા વિષયે શંકા ઉપજાવે છે અને ટૂંડાવ ગામ પાસે પસાર થતાં નવનિર્મિત એક્સપ્રેસવે ના બ્રિજ નીચે ડાયરવરજન માં પડેલા અસંખ્ય મસમોટા ખાડાઓ ના કારણે વાહન ચાલકો માં રોષ જોવા મળ્યો હતો અને મંજુસર ગામ બસસ્ટેન્ડ વિસ્તારમાં પણ કામગીરી બાકી હોય નારાજગી જોવા મળી હતી

* વર્ષો થી ચાલતી કામગીરી હજુ પૂર્ણ નથી
* એક સાંધે ત્યાં તેર તૂટે તેવા રોડ ના ઘાટ વારંવાર તૂટી જાયછે
* ડબલ એન્જિન ની સરકાર માં ભ્રષ્ટાચારની સ્પીડ ચાર ગણી
* આધાર અને પાનકાર્ડ માટે 1000 ઉઘરાવતી સરકાર ના કરોડો રૂપિયા પાણી માં ગયા

Advertisement
error: Content is protected !!