Gujarat
નાનાભગલીયા ગામે ઘરના વાસણ ખખડ્યા પતિ પત્નીએ સામસામે ફરિયાદ નોંધાવી
મહીસાગરના જિલ્લાના કડાણા તાલુકાના કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના ભાગલીયા ગામે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતાં કડાણાના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી નાના ભાગલીયા ગામના દિલીપભાઈ માનાભાઈ અને તેમની પત્ની શાંતાબેન સાથે વારંવાર ઝઘડો થતાં દિલીપભાઈ તેમના માતા પિતા જોડે 6 માસથી રહેતા હતાં. દિલીપભાઈ તેમની પત્નિ ને બાળકો સાથે નહીં રહેતા શાંતાબેન બે બાળકો સાથે એકલા રહી ને તેમનું ભરણપોષણ જાતે પૂરું કરતા હતાં ગત તારીખના 24. 12. 2022 રોજ શાંતાબેન આશા વર્કર ની નોકરી કરતાં હોઈ તેઓ મિટિંગમાં ગયા હતા અને તેમની દીકરી વર્ષાબેન એકલી ઘરે હતી તયારે વર્ષાબેન ના પિતા દિલીપભાઈ પોતાનું પીકપ લઈને ધરે આવતા તેમની દીકરી એકલી જોઈને ઘરમાંથી માલ સામાન ઘરમાંથી ગાડીમાં ભરતા તેમની દીકરી વર્ષાને દિલીપભાઈ એ અપશબ્દ બોલી ઘરમાંથી માલ સાંમાન મટીરીયલ ભરતા દિકરી એ આમ કરવાની ના પાડી હોવાં છતાં બડજબરી સામાન ભરતા હતા
તે દરમિયાન શાંતાબેન નોકરીથી ઘરે આવતા ઝઘડો થયો હતો તેમને શાંત પાડવાની કોશિશ કરતા દિલીપભાઈ અને તેમના પિતા અને તેમની માતા શાંતાબેનને મારી નાખવાની ધાક ધમકી આપી અને ગાળો બોલીઅપ શબ્દો બોલી ગાળા ગાળી કરતા શાંતાબેન અને ત્રણ બાળકો બાજુના ઘરમાં સંતાઈ ગયેલ ને ઘટના ની કડાણ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે જઈ મામલો શાંત પાડ્યો હતો આ અંગે શાંતાબેન ને પૂછતા તેમને જણાવ્યું કે ત્રણ બાળકો સાથે એકલી રહું છું મારા પતિએ ફરિયાદ કરી એ તદ્દન ખોટી છે મેં કોઈ કુહાડી કે કોઈ એવું મેં માર્યું નથી મને ફસાવવાનું કાવતરું કરી રહ્યા છે મારા પતિ મારા અને મારા બે બાળકો પર આરોપ મૂક્યો છે કે કુહાડી મારી એવી રીતે ખોટી વાત છે તેમને જાતે કુહાડી હાથ પર ઘસી નાખી ને અમને ફસવાનું કાવતરું ગડેલ છે પોલીસે દિલીપભાઈ ની ને શાંતાબેન ની ફયાઁદ આધારે ગુનો દાખલ કરીને ગુનાની તપાસ હાથ ધરેલ છે.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.