Gujarat
ગુજરાત સરકારે એક ઝાટકે ખેડૂતો માટેની 26 યોજના ઉપર કાતર ફેરવી
(સુરેન્દ્ર શાહ દ્વારા)
ગુજરાતની ડબલ એન્જિનની સરકારે ખેડૂતો માટે 2001 થી નક્કી કરવામાં આવેલી 26 યોજનાઓ એકી સાથે એક જ ઝાટકે બંધ કરી દેવાની સૂચનાઓ આપી રાજ્ય સરકારનું ખેડૂતો પ્રત્યેનું વલણ કેવું છે તેનો અણસાર એક જ મિનિટમાં આપી દીધો છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ વર્ષે ખેડૂતોને સહાયરૂપ થવા માટે 12,000 ની સહાય 6 હપ્તે કરવામાં આવે છે તો ગુજરાતની ડબલ એન્જિનની સરકારને ખેડૂતો ને સહાયરૂપ થવા માટે 2001 થી શરૂ કરવામાં આવેલી યોજનાઓ બંધ કેમ કરવી પડી આ એક વિચારવા જેવો અગત્યનો વિષય છે આ અંગે તંત્ર દ્વારા એવું બાલીશ અને વાહિયાત કારણ આપવામાં આવ્યું છે કે ખેડૂતો દ્વારા 2001 થી 2021 સુધી 26 યોજનાઓ માંથી એક પણ યોજના નો લાભ લેવામાં આવ્યો નથી પરિણામે 26 યોજનાઓનું ફંડ જેમનું તેમ પડી રહ્યું છે પરિણામે અમારે ના છૂટકે આ 26 યોજનાઓને બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ખરેખર ખેડૂતોને આ યોજનાઓ બાબતે તંત્ર દ્વારા કોઈપણ જાતની વ્યવસ્થિત માહિતી આપવામાં આવી નથી અને આપવામાં આવતી હોય તો તેમાં ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે હવે ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ ખેડૂતો માટે શક્ય નથી કોમ્પ્યુટર માંથી ઓનલાઈન ફોર્મ કઢાવવું તેણે ભરવું અને જે તે કચેરીમાં ફરી તેને મોકલવું આ બધામાં કોમ્પ્યુટરનો ધંધો કરતા ઇસમો દ્વારા 200 થી 300 રૂપિયાની ફી લે છે અને એ ફી ખેડૂતોને પોસાય તેમ ન હોવાથી તેઓ ઓનલાઈન ફોર્મ ભરતા નથી ખેડૂતો મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારમાં હોય છે 50% ઉપરાંત અભણ હોય છે માત્ર વ્યવહાર પૂરતું જ્ઞાન તેમનામાં હોય છે ઓનલાઇન કામ માટે તેઓને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવવું પડે છે પરિણામે આવવા જવાનો ખર્ચો સમય બગાડવાનો આ તમામ કામ માટે ખેડૂત પાસે સમયનો અભાવ આર્થિક પરિસ્થિતિ ખરાબ જેણે લઈને જો સરકાર દ્વારા આવી યોજનાઓની માહિતી અને તેની સમજ પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને તે વ્યવસ્થા ગ્રામ પંચાયતની ઓફિસ સુધી પહોંચે તો ખેડૂતો દ્વારા તેનો લાભ લે પરંતુ ઓનલાઇન ની વ્યવસ્થા આવેછે ત્યાં ખેડૂતો નિરાશ થઈ જાય છે પરિણામે તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થાના અભાવને લઈને ધરતી પુત્રો દ્વારા કદાચ તેનો લાભ લેવામાં નહીં આવ્યો હોય પરંતુ આ યોજનાઓ બંધ કરવાને બદલે ગ્રામ પંચાયત સુધી એ વ્યવસ્થા પહોંચાડી હોત તો ધરતીપુત્રો ના હિતમાં ગણાત.