Connect with us

Chhota Udepur

જિલ્લામાં ગંભીર ગુનાઓને અટકાવવા અને સલામતિ જળવાય તે માટે મેજીસ્ટ્રેટ દ્વારા હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

Published

on

In order to prevent serious crimes and maintain security in the district, the Magistrate ordered ban on firearms

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર: તા. 22:
છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. 21/12/2022 થી તા.20/01/2023 (બંને દિવસો સહિત) શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર (અઢી ઇંચથી વધારે લાંબું છેડેથી અણીવાળું પાનું હોય) જેવા ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી ચીજો લઇ જવાની કે અન્ય રીતે સ્વબચાવ સિવાય સાથે રાખીને ફરવાની મનાઇ કરવામાં આવી છે.

Advertisement
In order to prevent serious crimes and maintain security in the district, the Magistrate ordered ban on firearms

what-does-the-2020-firearms-ban-mean-for-firearm-owners

આ જાહેરનામું જે વ્યક્તિઓ સરકારી અથવા અર્ધસરકારી નોકરી અથવા કામગીરીમાં હોય અને તેમને જેના ઉપરી અધિકારીઓએ આવું કોઇ હથિયાર લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇ હથિયાર લઇ જવાની જેની ફરજ હોય તેમને લાગુ પડશે નહિં.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવ્યું છે.

error: Content is protected !!