Gujarat
પાલમાં મનપાના આવાસમાં ધડાકાભેર પોપડું પડ્યું, સદનસીબે કોઈ જાનહાની નહીં
સુનીલ ગાંજાવાલા
સુરતમાં પાલ વિસ્તારમાં આવેલા મનપાના આવાસમાં પોપડા પડવાની ઘટના સામે આવી છે. દાદર પાસે ધડાકાભેર પોપડું પડતા ત્યાં રહીશો દોડી આવ્યા હતા. જો કે, સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાની થવા પામી ન હતી. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડીંગ 7 વર્ષ જુનું છે ત્યાં આ પ્રકારની ઘટના બની છે.મળતી માહિતી મુજબ સુરતના પાલ વિસ્તારમાં આવેલી સૌરભ પોલીસ ચોકી પાસે મનપાના આવાસ આવેલા છે. જ્યાં આસોપાલવ આવાસમાં દાદર પાસે ધડાકાભેર પોપડુ પડ્યું હતું. સાંજના પોણા આઠ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જો કે આ દરમિયાન ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થતું ન હતું કે બાળકો રમતા ન હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી.
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. CCTVમાં જોઈ શકાય છે કે ત્યાં ધડાકાભેર પોપડું પડે છે. જેથી ત્યાં રહેતા રહીશો પણ ઘરની બહાર નીકળી આવે છે.મળતી માહિતી મુજબ સુરતના પાલ વિસ્તારમાં આવેલી સૌરભ પોલીસ ચોકી પાસે મનપાના આવાસ આવેલા છે. જ્યાં આસોપાલવ આવાસમાં દાદર પાસે ધડાકાભેર પોપડુ પડ્યું હતું. સાંજના પોણા આઠ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જો કે આ દરમિયાન ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થતું ન હતું કે બાળકો રમતા ન હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. CCTVમાં જોઈ શકાય છે કે ત્યાં ધડાકાભેર પોપડું પડે છે. જેથી ત્યાં રહેતા રહીશો પણ ઘરની બહાર નીકળી આવે છે.સ્થાનિક રહીશ જગદીશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગત સાંજે 7 વાગ્યે અચાનક પોપડુ પડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. આ બિલ્ડીંગ 7 વર્ષ જુનું છે ત્યાં આ પ્રકારની ઘટના બની છે. આ અંગે ઘણી અરજીઓ કરી છે પરંતુ કોઈ જવાબ આપતું નથી. ફરીથી આ અંગે અમે અરજી આપવાના છીએ હવે બનાવી આપે તો સારું છે.