Connect with us

Gujarat

પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ,રેસ્ટોરન્ટ પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ

Published

on

પંચમહાલ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા  દ્વારા જિલ્લાની વિવિધ હોટલ/રેસ્ટોરન્ટના કિચનોની મુલાકાત લઈ હાઈજેનીક કંડીશન જળવાઈ રહે તે માટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કુલ-૨૭ પેઢીઓમાં ફુડ સેફ્ટી ઓફીસરો દ્વારા તપાસ હાથ ધરીને ફુડ બિઝનેશ ઓપરેટરોને જરુરી સ્વચ્છતા અંગે સુચનો આપી જરૂર જણાતાં કુલ-૭ પેઢીઓને ફુડ સેફ્ટી એકટ, રૂલ્સ, રેગ્યુલેશન હેઠળ સ્વચ્છતા બાબતે શિડયુલ-૪ મુજબ પાલન થતું ન હોઇ સુધારા નોટીસ ફટકારવામાં આવી છે, તથા આગળ સમય મર્યાદામાં પાલન ન કર્યેથી આ પેઢીઓનું લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે.

આ તપાસ કરવામાં આવેલ વિવિધ રેસ્ટોરન્ટમાંથી ખાધ્યચીજના કુલ-૧૧ નમુનાઓ લઈ તપાસ માટે ગુજરાત રાજયની ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તે ઉપરાંત કુલ- ૯૬ નાસ્તાની દુકાનો તથા ખાણીપીણીની લારીઓમાં વપરાતાં કુકિંગ ઓઇલની TPC મશીન દ્વારા તપાસ કરવામાં આવી હતી ડેઝીગ્નેટેડ ઓફિસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલએ એક યાદીમાં જણાવ્યું છે.

Advertisement

* કુલ ૨૭ પેઢીઓમાં ચેકીંગ હાથ ધરાયું,૯૬ નાસ્તાની દુકાનો તથા ખાણીપીણીની લારીઓમાં વપરાતાં કુકિંગ ઓઇલની તપાસ કરાઈ

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!