Gujarat

પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ખાદ્ય-પદાર્થોનું ચેકીંગ હાથ ધરાયુ.

Published

on

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના ફુડ સેફ્ટી ઓફિસરઓ દ્વારા તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકીંગ સતત હાથ ધરવામાં આવેલું છે.જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉત્પાદન તથા વેચાણ કરતા ફુડ બિઝનેસ ઓપરેટરોના એકમોમાં તહેવાર દરમ્યાન વપરાતા રો-મટીરિયલ્સ જેવા કે દુધ, ઘી, પનીર, ખાદ્ય-તેલ, મરી-મસાલા,માવો, મુખવાસ જેવા ખાદ્ય-પધાર્થોના ફુડ સેફ્ટી એક્ટ હેઠળ ૩૦ નમુના લઈ તપાસ અર્થે ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.વધુમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ (મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી) દ્વારા મીઠાઇ, માવો, પાણી,ચટણી,બળેલું તેલ વગેરેના ૧૭૬ નમૂના સ્થળ પર જ તપાસવામ આવ્યા છે અને બિન આરોગ્યપ્રદ ૨૮૨ કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ કરાયો છે.

મીઠાઈ-ફરસાણનું ઉત્પાદન-વેચાણ કરતી પેઢીઓમાં સઘન તપાસ કરીને મીઠાઈના ૨૩ નમૂના અને ફરસાણના ૩૮ નમુના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ રીતે તંત્ર ધ્વારા દિવાળીના તહેવારમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ખાદ્ય-ચીજોનું ઉત્પાદન અને વેચાણ કરતા ૧૪૮ પેઢીઓનું કડક ચેકીંગ કરી ૯૧ નમુનાઓ લઈ તપાસ માટે ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version