Uncategorized

રાજગઢ પાલ્લાના લુહાર ફળિયામાં પાણીના સંગ્રહ માટે નહીં માત્ર પૈસા કમાવા માટે બનાવેલ ચેકડેમ ઉપર લોકોએ છાણાં થાપ્યા

Published

on

(અવધ એક્સપ્રેસ,ઘોઘંબા)

રાજગઢ પાલ્લાના લુહાર ફળિયામાં પાણીના સંગ્રહ અને પાણીના સ્તર ઊંચા લાવ્વા માટે ચેકડેમ બનાવવામાં આવ્યો છે પરંતુ ખોટી જગ્યામાં બનેલા ચેકડેમમાં ચકલી ચાંચ ડુબાડી શકે તેટલું પણ પાણી સંગ્રહ કરવામાં સક્ષમ નથી. પાણી ચેકડેમની આજુબાજુ માંથી વહી જાય તેવી રીતે બનાવવામાં આવેલો છે ચેકડેમ બિન ઉપયોગી હોય તેમ સ્થાનિક રહીશોએ ચેકડેમ ઉપર છાણાં સૂકવી સરકારે ખર્ચેલા નાણાં વસૂલયા છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રીએ ચેકડેમનુ બિલ આવી ગયા બાદ પોતાના હાથ અધ્ધર કરી દીધા છે. નાણાં ચૂકવાયા બાદ સરપંચ તથા તલાટી કમ મંત્રીએ ચેકડેમની ગર્દશા લીધી નથી

Advertisement

ગુજરાત સરકાર દ્વારા પાણીના સંગ્રહ ત્તેમજ પાણીના સ્તર ઉંચા આવે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગામોમાં જ્યાં પાણીનું વહેણ હોય ત્યાં ચેકડેમ બનાવી પાણીનો સંગ્રહ થાય તે પાણી સિંચાઈ તરીકે તથા તે વિસ્તારના પાણી સ્તર ઊંચા આવે તે માટે લાખો રૂપિયા ના ખર્ચે ચેકડેમ નું નિર્માણ કરાવવામાં આવે છે પરંતુ “પાણી બચાવવા માટે કરવામાં આવેલો ખર્ચ પાણીમાં જ વહી જાય છે” રાજગઢ પાલ્લા ગ્રામ પંચાયતના લુહાર ફળિયામાં આવો જ એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. જે જગ્યા ઉપર ચેકડેમ બનાવવામાં આવ્યો છે. તે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈપણ દિશામાં અહીં પાણી સંગ્રહ થવાના કોઈ એંધાણ નથી જો પાણી આવે તો પણ ચેક ડેમની સાઈડ માંથી વહી જાય જેથી આ ચેકડેમ કોઈપણ રીતે લોક ઉપયોગી બની શકે તેમ ન હોય સ્થાનિક રહીશોએ આ ચેકડેમનો પોતાની રીતે અંગત ઉપયોગ શરૂ કર્યો છે પશુના પોદળાનો સદુપયોગ કરી ચેકડેમ ઉપર છાણાં સુકવી આ છાણાનો ચૂલો સળગાવવા માટે ઉપયોગ શરૂ કરી સરકારના ખર્ચેલા નાણાં વસૂલ કરી રહ્યા છે. નહીં તો ગ્રામ પંચાયતના વહીવટદારોએ ચેકડેમ બનાવ્યો તે કેવો બન્યો ? પાણીનો સંગ્રહ થાય છે કે કેમ તેની તપાસ સુધ્ધાં તલાટી કમ મંત્રીએ કરી નથી ફોટા અને ટકાવારીના સહારે બનાવવામાં આવતા ચેકડેમ જેવા વિકાસના કામો માત્ર પૈસા કમાવવા માટે જ છે.? બીજું કંઈ નહીં જે રીતે ગ્રામજનો ચેકડેમ ઉપર છાણાં થાપે છે તેમ જિલ્લા વહીવટી તંત્ર સરપંચો ઉપર છાણાં થાપે તો કામો ગુણવત્તા સાથે ચોક્કસ થાય સરકારના નાણાં વ્યર્થ ના જાય! ભ્રષ્ટાચારના કારણે જ દેશની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે ત્યારે રાજગઢ પાલ્લામાં આવા બિન ઉપયોગી કેટલા કામો થયા છે તે તપાસ માગતો વિષય છે.

 

Advertisement

Trending

Exit mobile version