Gujarat
સુરતમાં પ્રિએક્ટીવ કરેલા 138 સીમકાર્ડ સાથે ચાર ઇસમોને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યા છે.

સુરતમાં પ્રિએક્ટીવ કરેલા 138 સીમકાર્ડ સાથે ચાર ઇસમોને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ એસઓજી અને પીસીબી પોલીસની ટીમે ઉન સનામીલ ચાર રસ્તા પાસેથી મોપેડ પર જતા અફઝલ આરીફ વ્હોરા (ઉ.24) અને આદીલ ફિરોઝ વ્હોરા (ઉ.27) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી એરટેલ કંપનીના કુલ્લે 101 એક્ટીવ કરેલા સીમકાર્ડ કબજે કર્યા હતા.
તેઓની પૂછપરછ દરમ્યાન તેઓને આ સીમકાર્ડ અન્ય ઈસમો દ્વારા આપવામાં આવેલા હતા અને તે ઈસમો બીજા સીમકાર્ડની ડીલેવરી આપવા આવવાના હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા શાંતિનગર સાઈબાબા મંદિર પાસેથી આરીફ બકસુ સૈયદ (ઉ.28) અને મો.ફારુક વલી મોહમદ મેમણ (ઉ.38) ને ઝડપી પાડ્યા હતા.પોલીસે તેઓની પાસેથી જીઓ કંપનીના 37 એક્ટીવ કરેલા સીમકાર્ડ કબજે કર્યા હતા. આ સીમકાર્ડ બાબતે ભેસ્તાન પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરી પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત