Surat

સુરતમાં ક્રેનના મહાકાય ટાયર પિતા પુત્રના પગ પરથી ફરી વળ્યા

Published

on

સુનિલ  ગાંજાવાલા

સુરતમાં ચોકબજાર વિસ્તારમાં ક્રેનના ચાલકે રોડ સાઈડ પર ઉભેલા પિતા પુત્રને બાઇક સાથે 20 ફૂટ ઘસડ્યા હતા. પિતા-પુત્ર બંનેનાં પગ પરથી ટાયર ફરી વળતા બંનેના પગના માસના લોચા બહાર આવી ગયા હતા. જેથી બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

સુરત માં ઠેરઠેર મેટ્રોની કામગીરી જોવા મળી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે.ચોકબજાર વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા ક્રેનના ચાલકે રોડ સાઈડ પર ઉભેલા પિતા પુત્રને બાઇક સાથે 20 ફૂટ ધસડ્યા હતા.પિતા-પુત્ર બંનેનાં પગ પરથી ટાયર ફરી વળતા બંનેના પગના માસના બહાર આવી ગયા હતા. જેથી બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સ્થળ ઉપર હાજર લોકોએ ક્રેનના ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો.”આ ઘટમાં આજે બપોરે બની હતી. જેમાં બંને પિતા પુત્ર તે ચોક બજાર વિસ્તારમાં આવેલ સૈયદપુરા પાસે રહે છે. 68 વર્ષીય પિતા રફીક રહેમતવાલા અને તેમનો પુત્ર 34 વર્ષીય કાદર રફીક રહેમતવાલા આજે ઘરેથી બાઇક પર નીકળ્યા હતા.

દરમિયાન ચોકબજાર ગાંધીબાગ પાસે ફોન આવતા પિતા અને પુત્ર બંને રોડ સાઈડ પર ઊભા રહી ગયા હતા. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા ક્રેનના ચાલકે બંનેને અડફેટે લીધા હતા”વધુમાં જણાવ્યું કે, આ જોતા સ્થળ ઉપર હજાર લોકો દોડી આવ્યા હતા. જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે, ક્રેન ચાલાક એટલી ઝડપે હતી કે પિતા પુત્રને બાઇક સાથે 20 ફૂટ જેટલા ધસડ્યા હતા. જેમાં બાઇક પણ ક્રેનની નીચે ફસાઈ ગઈ હતી. જ્યારે ક્રેનના મહાકાય ટાયર પિતા પુત્રના પગ પરથી ફરી વળ્યા હતા. જેથી બંનેના પગના માસના બહાર આવી ગયા હતા. બંનેને તાત્કાલિક નજીકમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.હાલ તો ક્રેનના ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version