Surat
સુરતમાં અમદાવાદ વાળી ખાનદાની નબીરાઓનો આતંક યથાવત, BRTS રૂટમાં 6 લોકોને અડફેટે લીધા
(સુનિલ ગાંજાવાલા સુરત)
અમદાવાદના ઇસ્કોનમાં થયેલા અકસ્માતને હજુ કોઈ ભૂલ્યું નથી ત્યાં સુરતથી વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રામાં રાત્રે સ્વિફ્ટ કરના ચાલકે 6 થી વધુ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત થતા જ ત્યાના સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો.મળતી જાણકારી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કાર ચાલકે BRTS રૂટમાં 6 લોકોને અડફેટે લીધા હતા.અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે કાર ચાલકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.લોકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક દારૂના નશામાં હતો. જેના કારણે લોકો વધુ ગુસ્સે થયા હતા અને કાર ચાલકને માર માર્યો હતો. જ્યારે આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.લોકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક દારૂના નશામાં હતો. જેના કારણે લોકો વધુ ગુસ્સે થયા હતા અને કાર ચાલકને માર માર્યો હતો. જ્યારે આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.