Connect with us

Chhota Udepur

કદવાલ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઈન્સપેકશન માં લોકોએ પોલીસ કામગીરીની પ્રશંસા કરી

Published

on

In the annual inspection at Kadwal police station, people appreciated the police performance

(પ્રતિનિધિ, કાજર બારીયા “અવધ એક્સપ્રેસ”)

કદવાલ પોલીસ સ્ટેશનમાં છોટાઉદેપુર જિલ્લા ડી.વાય.એસ.પી કે.એચ.સૂર્યવંશી ની અધ્યક્ષતામાં વાર્ષિક ઈન્સપેકશન યોજાયું હતું. વાર્ષિક ઈન્સપેકશનની શરૂઆતમાં નાયબ પોલીસ અધિક્ષકના આગમન સમયે કદવાલ પી.એસ.આઇ કે.કે.સોલંકી નાઓ દ્વારા પોલીસ અધિક્ષકને ઈન્સપેકશન પરેડની સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ક્રાઈમ રેકોર્ડ, વહીવટી કામગીરી, એકાઉન્ટ લગત કામગીરી, ફિંગર પ્રિન્ટ તથા ઇ ગુજકોપની ઓનલાઇન કામગીરી ચેક કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દરબાર અને લોક દરબાર દ્વારા પોલીસ અને નાગરિકો ની રજૂઆતો નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સાંભળવામાં આવી હતી. તેમજ લોક દરબાર યોજી ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે કાયદો અને વ્યવસ્થા અંગેની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તેમજ છેવાડાના એરિયામાં પોલીસ પેટ્રોલિંગ તેમજ અસામાજિક તત્વો સામે કાર્યવાહી તથા પોલીસની ગામ લોકો સાથે સંકલન અંગે ચર્ચા વિચારણા કરી હતી. દલિત જાતિના મહોલ્લાની મુલાકાત લીધી હતી. તથા સટુંન આઉટ પોસ્ટની મુલાકાત લીધી હતી. સટુંન ખાતે ગામ લોકો સાથે ચર્ચા કરી વડીલો તથા યુવાનો,ખેડૂતો સાથે આરોગ્ય, શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા તથા ખેતીવાડીની ઉપજ અંગે ચર્ચા કરી માહિતી આપી હતી. છેવાડાના એરિયામાં અજાણ્યા શખ્સો જોવા મળે તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.

Advertisement

In the annual inspection at Kadwal police station, people appreciated the police performance

લોક દરબાર બાદ પોલીસ દરબાર યોજાયો હતો. જેમાં મહિલા પોલીસ, પોલીસ જવાનો, હોમગાર્ડ સહિતના લોકોનો લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં કદવાલ પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી કદવાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ, કે. કે.સોલંકી, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો લોકદરબારમાં કદવાલ પંથકના રાજકીય આગેવાનો, સહકારી, વેપારીઓ, મુસ્લિમ આગેવાનો સહિત ના લોકોએ હાજર રહ્યાં હતાં.

છોટાઉદેપુર જિલ્લા ડી.વાય.એસ.પી કદવાલ પોલીસની કામગીરીના પ્રશ્નો વિશે પૂછવામાં આવ્યું

Advertisement

કદવાલ પંથકના આગેવાનોએ પી.એસ.આઇ કે.કે.સોલંકી અને સ્ટાફની પ્રશંસા કરી હતી. લોક દરબાર બાદ પોલીસ દરબાર યોજાયો હતો. જેમાં ડી.વાય.એસ.પી કે.એચ સૂર્યવંશીએ ગ્રામ્ય લેવલે પોલીસની કામગીરી પર કોઈ સવાલ હોય તો જણાવવા કહ્યું હતું. પરંતુ સૌ કોઈએ ફક્ત પોલીસની પ્રશંસા કરી હતી.

Advertisement
error: Content is protected !!