Connect with us

Panchmahal

અવિશ્વાસની દરખાસ્ત માં સરકારી અધિકારીએ સભ્યો સાથે ખેલ પાડ્યો

Published

on

In the motion of no confidence, the government official played tricks on the members

ઘોઘંબા તાલુકાના સરસવા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી જેને લઈને આજે તારીખ 3 માર્ચ ના રોજ તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાવાની હતી પરંતુ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત ન રહેતા ગ્રામજનો સાથે સરકારી અધિકારી દ્વારા મોટો ખેલ પાડી દીધો હતો સરસવા ગ્રામ પંચાયતના તમામ સભ્યોને એજન્ડા બજાવવામાં આવ્યા હતા જેમાં માત્ર અવિશ્વાસની દરખાસ્તનો એક જ મુદ્દો હતો પરંતુ ગ્રામજનો અને સભ્યો હંમેશા સમાજ ઘરમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હતું જેણે લઈને ગ્રામજનો અને સભ્યો સમાજ ઘરમાં ભેગા થયા હતા.

In the motion of no confidence, the government official played tricks on the members

તો બીજી તરફ સરપંચ અને તાલુકા પંચાયત અધીકારી દ્વારા નવા બની રહેલા પંચાયત ઘરમાં સામાન્ય સભાનું કામકાજ પૂર્ણ કરી નીકળી ગયા હતા. આ વાતની જાણ થતા ગ્રામજનો અને સભ્યો ઘોઘંબા ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીએ ભેગા થયા હતા અને ત્યાં સૂત્રોચ્ચાર સાથે વાતાવરણને ગરમ કરી દીધું હતું સરપંચ તેરી દાદાગીરી નહીં ચલેગી તથા તાલુકા વિકાસ અધિકારી ચોર છે ના ગગનભેદી સૂત્રોચાર કર્યા હતા તાલુકા વિકાસ અધિકારી અન્ય કામ અર્થે ત્રણ કલાક બહાર ગયા હોવાથી ગ્રામજનોને ત્રણ ત્રણ કલાક સુધી અધિકારીની રાહ જોવી પડી હતી.

Advertisement

In the motion of no confidence, the government official played tricks on the members

પરિણામે આક્રોશ સાથે સૂત્રોચાર કરતાં હતા પરિણામે રાજગઢ પોલીસ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે તાલુકા પંચાયત કચેરીએ પહોંચી ગયા હતા આ સમય દરમિયાન તાલુકા વિકાસ અધિકારી આવી જતા તેઓ દ્વારા ગ્રામજનોને હૈયા ધારણા આપવામાં આવી હતી કે હોલી નો તહેવાર પતી જાય બાદમાં એક મહિનામાં તમારા ગામના આ પ્રશ્નનો નિકાલ હું કરી આપીશ સરપંચ સામે આ અગાઉ અનેક વખત અને અનેક વખત વિકાસના કામોમાં આડ ખીલી ઉભી કરવામાં આવતી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા તથા ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ આ સરપંચ ને સરકારી અધિકારીઓ દ્વારા આડકતરી રીતે સાચવવામાં આવતા હોય તેવું ગ્રામજનોનું માનવું છે

In the motion of no confidence, the government official played tricks on the members

  • રાજગઢ પોલીસ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે તાલુકા પંચાયત કચેરીએ પહોંચી કાયદો વયવસ્થા સંભાળી
  • એજન્ડા બજાવ્યા તેમાં સામાન્ય સભાનુ સ્થળ દર્શાવવામાં આવ્યુ નહોતું મતલબ અવિશ્વાસ લાવનાર સભ્યો ને ગેરમાર્ગે દોરવામાં આવ્યા જો સ્થળ દર્શાવયુ હોત તો સરપંચ સામે અવિશ્વાસ ની દરખાસ્ત બહુમતીએ પાસ થઈ હોત
  • તાલુકા વિકાસ અધિકારી KP પારગીના જણાવ્યા મુજબ સામાન્ય સભામાં પૂરતા સભ્યો હાજર ન હતા જેને લઈને મિટિંગ નું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત ખાતે ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ અને સૂત્રોચાર થતાં તાલુકા વિકાસ અધિકારે નમતું જોખી એક મહિના માં તમારા પ્રશ્ન નો નિકાલ કરી આપવામાં આવશે ની હૈયાધારણા આપતા ગ્રામજનો વિશ્વાસ રાખીને પરત ફર્યા હતા પરંતુ જતાં જતાં ગ્રામજનોએ અધિકારીને જણાવ્યુ હતું કે એક મહિનામાં નિકાલ નહીં થાય તો તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરી ખાતે ગાંધી ચીંધયા માર્ગે આંદોલન કરવામાં આવશે
error: Content is protected !!