Connect with us

Chhota Udepur

શિસ્તના નામે છોટાઉદેપુર ભાજપ મહામંત્રી શંકર રાઠવાનું રાજીનામું માંગી લેતા આદિવાસી માં રોષ

Published

on

In the name of discipline, Chotaudepur BJP General Minister Shankar Rathwa's resignation is angered among the tribals.

(પ્રતિનિધિ કાજર બારીયા “અવધ એક્સપ્રેસ”)

છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજના સાચા સારથી। આદિવાસીઓના નાના-મોટા કામોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા અને આ કામનું નિરાકરણ લાવી છેવાડાના માનવી સુધી પહોચી આદિવાસી ના સાચા સમાજ સેવક બની આદિવાસી સમાજમાં એક આગવું સ્થાન ધરાવતા ભાજપ મહામંત્રી શંકરભાઈ રાઠવા ના એક સાચા નિવેદનના કારણે ભાજપ મોવડી મંડળ દ્વારા રાજીનામું માંગી. શિસ્ત ભંગ ના નામે હકાલપટ્ટી કરવામાં આવતા છોટાઉદેપુર આદિવાસી ઓમાં રોષ ની લાગણી સાથે આગામી લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને ઘરે બેસાડીને ઝંપીશું તેવી લોક ચર્ચા આ પંથકમાં ઉઠવા પામી હતી.

Advertisement

સત્તા મળ્યા બાદ કેટલાક આદિવાસીના હમદર્દ ગણાતા નેતાઓ ભાજપના રંગે રંગાઈને આદિવાસીઓની તેમજ તેમના લોક પ્રશ્નોની અવગણના કરી રહ્યા છે. ત્યારે આદિવાસી સમાજના સાચા અને પ્રમાણિક સેવક તેવા શંકરભાઈ રાઠવા એ સમાજના હિત માટે અને સમાજના લોકો માટે જે રજૂઆત કરી હતી તે રજૂઆતને પાર્ટીની વિરુદ્ધ ગણાવી શિસ્ત ભંગ ના નામે કાર્યવાહી કરી રાજીનામું લઈ લેવાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશ મહોત્સવ દરમ્યાન ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ ના અધિકારી ધવલ પટેલે આ જિલ્લામાં શિક્ષણનું સ્તર નીચું ગયું છે અને શિક્ષણ સુધારો કરવાની ટકોર કરી હતી. આ નિવેદનથી અધિકારી પ્રમાણિક હોવાની ધારણા બાંધી શંકરભાઈ રાઠવા એ આ વિસ્તારમાં ખનીજ ચોરી તેમજ રેતી નો કાળો કારોબાર મોટા પ્રમાણમાં થતો હોય જેના કારણે પાણીના સ્તર નીચે ગયા છે. અને નદી પર બાંધવામાં આવેલા પુલો તેમજ ચેકડેમનું અસ્તિત્વ ખતરામાં હોય જેને કારણે આદિવાસી સમાજને પાણી ની સમસ્યા સર્જાતી હોય શંકરભાઈ રાઠવા એ નિર્દોષ ભાવે રેતીની ચોરી વિશે અધિકારીને મૌખિક તથા લેખિત રજૂઆત કરતા તેમના ઉપર ગાંધીનગર થી દબાણ પૂર્વક રાજીનામું મૂકવાના ફોન ઉપર ફોન આવવા લાગ્યા અને તમે પ્રેસ કોંફ્રન્સ કરી તે પક્ષ વિરુદ્ધ છે તેમ જણાવી તેમનું રાજીનામું લખાવી લીધું હતું

Advertisement

In the name of discipline, Chotaudepur BJP General Minister Shankar Rathwa's resignation is angered among the tribals.

જ્યારે કોઈ ભાજપ નો કાર્યક્રમ હોય પ્રેસ પ્રતિનિધિઓ આ સમાચાર કવરેજ કરવા આવતા હોય છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં વિઝ્યુલ તેમજ જવાબદાર વ્યક્તિની બાઈટ (ઇન્ટરવ્યૂ) અતિ મહત્વનું હોય છે. જેમાં ભાજપના કરેલા વિકાસના કાર્યોની વિગતવાર માહિતી જે તે વ્યક્તિ દ્વારા આપવામાં આવતી હોય છે. જે સારું બોલી શકતો હોય તેવા હોદ્દેદારો મીડિયા કર્મીઓની પ્રથમ પસંદગી હોય છે. આ કાર્યક્રમમાં ઇન્ટરવ્યૂ આપવુ એ પ્રેસ કોન્ફરન્સ ગણાતી નથી ત્યારે શંકરભાઈ રાઠવા ને ઈરાદાપૂર્વક ભાજપમાંથી હટાવવા માટે એક ષડયંત્રના ભાગરૂપે તેમને હોદ્દા પરથી દૂર કરાયા હોવાની લોક ચર્ચા આ પંથકમાં ઉઠવા પામી છે

અન્ય મોટા નેતાઓ કરતા શંકરભાઈ રાઠવા ને ત્યાં રોજે રોજ સવારે પોતાની વ્યથા આદિવાસીઓને પડતી મુશ્કેલીઓ સામાજિક અને સરકારી કામોની ફરિયાદો લઈ તેમના આંગણે રોજે રોજ લોક દરબાર ભરાયો હોય તેમ અસંખ્ય આદિવાસીઓ તેમના ઘરે આવે છે મારું કામ કરશે તેવા ભરોસા સાથે તેમની રજૂઆતો શંકરભાઈ ને કરતા હોય છે અને શંકરભાઈ તેમની રજૂઆતોનું સમાધાન કરી આપતા અને તેમના કામો ચપટીમાં ઉકેલી આપતા આ વિસ્તારમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા હતા. આદિવાસીઓને અન્યાય થતો હોવાની લોકબૂમો આ વિસ્તારમાં ઉઠી છે અને આની રજૂઆત સાંસદ તેમજ ધારાસભ્યો પાર્લામેન્ટ અથવા તો વિધાનસભામાં ઉઠાવે તેવી આદિવાસીઓની લોક લાગણી છે. પરંતુ તેમના ચુંટેલા નેતાઓ આ બાબતની કોઈ રજૂઆત કરતા ન હોય તેથી તેમના પ્રત્યે સમાજમાં અણગમો ઊભો થયો છે સમાજના કામો શંકરભાઈ રાઠવા ગણતરીના સમયમાં જ ઉકેલી આપતા હોય તેમનો છોટાઉદેપુર પંથકમાં તેમનો દબદબો વધતાં તેમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા હોય તેવું ભાજપના આ નિર્ણય ઉપરથી લાગી રહ્યું છે.

Advertisement

ભાજપમાંથી મોટા મોટા નેતાઓ અન્ય પક્ષમાં જોડાયા છે। ભાજપ વિરુદ્ધ બેફામ નિવેદનો આપી રહ્યા છે તેમજ ચૂંટણીઓમાં ભાજપને હરાવવા માટે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હોવા છતાં પક્ષમાં તેઓ હોદ્દા ઉપર અડીખમ છે જ્યારે શંકરભાઈ રાઠવા આટલી લોક ચાહના ધરાવે છે છતાં પણ શિસ્તના નામે તેમને મહામંત્રી પદેથી દૂર કરતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ વ્યાપી ગયો છે. ભાજપે આદિવાસી નેતા પાસે થી લખાવી લીધેલા રાજીનામાંના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આનું પરિણામ ભાજપને લોકસભામાં ભોગવવું પડે તેવા પરિબળો ઊભા થયા છે

Advertisement
error: Content is protected !!