Connect with us

Gujarat

સેવાલિયામાં પ્રગતિ પથની કામગીરીના નામે ધંધાર્થીઓના પેટ ઉપર પાટુ: અધૂરુ કામ મૂકી તંત્ર ગાયબ

Published

on

(પ્રતિનિધિ રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
ગળતેશ્વર તાલુકા મથક સેવાલિયા ખાતે પ્રગતિ પથની કામગીરી કેટલાય સમયથી લટકી ગઈ હોવાની હાલતમાં જોવા મળી રહી છે. સેવાલિયા ગામમાં રોડ ઉપરના દબાણો દૂર કરવામાં પાવરધું તંત્ર સેવાલિયા બજારમાં દબાણો દૂર કરવામાં બે આંખોની શરમ હેઠળ ઠંડુ પડી ગયેલું હોય એમ જોવા મળી રહ્યું છે.સેવાલિયા ગામમાં અનેક દુકાનો અને મકાનો આગળનો ભાગ તોડી પાડીને રહીશો અને દુકાનદારોને નોધારા કરી નાખ્યાં છે જ્યારે બજાર વિસ્તારમાં દુકાનદારોનું હિત સાધીને પ્રગતિ પથની કામગીરી જ ખોરંભે ચઢાવી દીધી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.
સેવાલિયા ખાતે દબાણો દૂર કરવાની સાથે સાથે દુકાનો અને મકાનો આગળ આડેધડ ખાડા કરી દેવામાં આવ્યા છે અને કામગીરી અટકાવી દેવામાં આવી હોવાથી વેપારીઓ અને વાહનચાલકો ત્રાસી ગયા છે. પ્રગતિપથની જગ્યાએ રોડ ની બન્ને બાજુ રોડની સાઈડોમાં ૧ મીટર જેટલા ઊંડા અને 12 મીટર જેટલા પહોળા ખાડાઓ કરી દેવામાં આવતા તમામ ધંધા રોજગાર ઠપ્પ થવા સાથે રહેણાંક મકાનોના વૃદ્ધ રહીશોને જોખમી રીતે ઘરમાં પ્રવેશ કે બહાર નીકળવાની નોબત ઊભી થઈ છે ઠેર ઠેર કરાયેલા આડેધડ ખોદકામથી ગ્રામજનો ગ્રાહકો અરજદારો સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાથી લઈ સંભવિત અકસ્માતના જોખમની શક્યતાઓ જોવા મળી રહી છે.ત્યારે આ મામલે વીજ પોલ કાઢવામાં બેદરકાર વીજ તંત્ર સત્વરે વીજ પોલ દૂર કરે અને નિયત મુજબના દબાણો દૂર કરીને પ્રગતિ પથની કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

સેવાલિયા ગામ અને બજારમાં તંત્ર દ્વારા ભેદભાવ કરવામાં આવતાં રોષ

સેવાલિયા ગામમાં પ્રગતિ પથની કામગીરીમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટે તંત્રએ કોઈની પણ શરમ રાખ્યા વિના દુકાનો અને મકાનોના આગળના ભાગનું પાકું બાંધકામ પણ તોડી પાડ્યું હતું, જ્યારે દબાણો હટાવવાની કામગીરી બજાર સુધી પહોંચતા જ જવાબદાર તંત્ર નમાલું થઈ ગયું હોય તેમ નિયમ મીટર મુજબના દબાણો હટાવવામાં નિષ્ફળ રહ્યું છે અને આટલું ઓછું હોય એમ પ્રગતિ પથની કામગીરી ઉપર જ પૂર્ણ વિરામ મૂકીને આડેધડ ખાડાઓ મૂકીને સ્થાનિકો અને વાહનચાલકોને ભગવાન ભરોસે છોડી દીધા હોવાની બૂમો ઉઠી રહી છે.

Advertisement

આડેધડ ખાડાઓને કારણે લાઇનો તૂટી જતાં પાણીની સમસ્યા વકરી

સેવાલિયા ખાતે પ્રગતિ પથની કામગીરી કરવા ઉમટી પડેલા તંત્રએ કંઇપણ જોયા વગર આડેધડ ખાડાઓ કરી નાખ્યા હતા,જેને કારણે અનેક વિસ્તારોમાં પાણીની લાઇનો તૂટી ગઈ હોવાની બૂમો ઉઠી હતી.જેને કારણે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા પણ ઘેરી બની હતી. આ બાબતે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં પાણીની લીકેજ લાઇનો કે પ્રગતિ પથની કામગીરી કરવા તંત્રને ફુરસત મળતી નથી.

  • -તાલુકા મથક સેવાલિયા ખાતે પ્રગતિ પથની કામગીરીમાં તંત્રની નીતિ સામે રોષ
  • – સેવાલિયા ગામમાં દુકાનો અને મકાનો તોડી પડાયા પણ બજારમાં કામ અટકાવી દીધું
  • – વીજ તંત્ર દ્વારા ઇરાદાપૂર્વક થાંભલા હટાવાતા નથી
  • – પ્રગતિ પથ નું કામ ખોરંભે પડી જતાં ભારે રોષ
  • – સેવાલિયા નગરના વિકાસને અટકાવીને માર્ગ મકાન વિભાગ કોને ખુશ કરી રહ્યું છે ?
  • – સેવાલિયા ગામના દુકાનદારો અને રહીશોમાં રોષની લાગણી ફેલાઇ
  • – વીજ વિભાગે વીજ પોલ નવા ઊભા કર્યા પણ વાયરો બદલતા નથી
Continue Reading
Advertisement
error: Content is protected !!