Panchmahal
પાવાગઢ દુર્ઘટનામા કોન્ટ્રાક્ટરે કુદરતને કસૂરવાર ઠેરવી
(સુરેન્દ્ર શાહ દ્વારા)
પાવાગઢના ગોઝારા બનાવ બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા વીજળી પડવાથી આ દુખદ ઘટના બનાવવાનું જણાવવામાં આવે છે પરંતુ વીજળી પડ્યા ના કોઈ નિશાન ઘટના સ્થળે દ્રશ્યમાન થતા નથી માત્ર એક ટ્રસ્ટીની મીલી ભગતથી કરવામાં આવેલ ભ્રષ્ટાચારે આ ઘટનાને અંજામ આપ્યો અને બાધા કરવા માટે આવેલા એક જ પરિવારના માણસો તેમાં ભોગ બન્યા આ અંગે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લાના કલેક્ટરને એક સપ્તાહમાં આ ઘટનાનો રિપોર્ટ આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે વડોદરા થી દર્શને આવેલા જમનાબેન દેવીપુજકે જણાવ્યું હતું કે વડોદરા ના બાપોદ થી અમે બાધા પૂરી કરવા માટે આવ્યા છે અમારો આખો પરિવાર રેન બસેરા માં બેઠો હતો. મારી બેન તથા નણંદ નો દીકરો નણદોઈ અને મારા પતિ હતા આ અંગે સયાજીના ડોક્ટર એ.બી.બેલીમના જણાવ્યા મુજબ પાવાગઢ ઘટનાના નવ દર્દીઓ ને અત્રે લાવવામાં આવેલ છે જેમાંથી એકને માથામાં તથા અન્ય આઠને હાથે પગે ઇર્જાઓ થયેલ છે આ ઘટના મા ગંગાબેન મહેશભાઈ દેવીપુજક નું કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે મોગલો ના જમાના મા બનેલ તમામ ઇમારતો જે શૈકાઓ પુરાણી છે તે તમામ ઇમારતો અનેક વખત વીજળીનો માર ખાધા પછી પણ આજે સલામત રીતે ઊભી છે અને આજ્ના ભ્રષ્ટાચારી યુગ મા બનેલ રેનબસેરા વરસાદ નો પણ ભાર જીલી ના શકી અને ધરાસાઈ થઈ આ અંગે તંત્ર દ્વારા પ્રમાણિક પણે તપાસ કરવામાં આવેતો વહીવટકર્તા સાથે મિલીભગત સપાટી ઉપર કોન્ટ્રાકટર ભલે પાડોશી હોય ટ્રસ્ટીએ દર્શનાર્થીઓનુ હિત જોઈને પડોશીની ભાવના ભૂલ્યા હોત તો કદાચ આ દુખદ ઘટના ના બની હોત પોતાના સ્વાર્થે આ ઘટના ને અંજામ આપ્યો હોય તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે.
જો વીજળી પડી હોય તો ઈર્જા ગ્રસ્તોના શરીર ઉપર દાઝવાના નિશાન હોત એક ઈર્જા ગ્રસ્ત દ્વારા કોઈ વીજળી પડી નથી અમે અંદર બેઠા હતા ને એક દમ રેનબસેરા તુટી પડ્યું
* મોગલો ના જમાના મા બનેલ તમામ ઇમારતો જે શૈકાઓ પુરાણી છે તે તમામ ઇમારતો અનેક વખત વીજળીનો માર ખાધા પછી પણ આજે સલામત રીતે ઊભી છે
* ઇમારત ઉપર વીજળી પડ્યા ના કોઈ પુરાવા નથી તેમજ ઈર્જા ગ્રસ્તો મા પણ કોઈ દાઝી ગયા ના નિશાન નથી હોવાનું તબીબે જણાવ્યુ.