Surat
દુબઇમાં યોજાયેલી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સુરતના ફૈઝાન પટેલે ઇન્ટરનેશનલ ફલક પર અપાવ્યું દેશને ગૌરવ !

સુનિલ ગાંજાવાલા
UAEમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ગુજરાતના બે સ્પર્ધકોએ ભાગ લીધા હતા, જેમાં ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મિત્તલ પરમાર અને સુરતના ફૈઝાન પટેલ સામેલ હતા.
આ સ્પર્ધામાં 8 જેટલા દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ભારતમાંથી જ 20 સ્પર્ધકો હતા. ત્યારે આ સ્પર્ધામાં ફૈઝાન પટેલ અને મિત્તલ પરમારે ગોલ્ડ મેડલ મેળવીને વિશ્વ ફલક પર ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે