Panchmahal
લોક સુનાવણી માં કાકાએ ઝેર ની શીશી કાઢી લીઝ આપી તો ઝેર પીવાની ચીમકી
(સુરેન્દ્ર શાહ દ્વારા)
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા માંથી પસાર થતી ગોમા નદી માં લીઝ આપવાની પ્રક્રિયા બાબતે કાલોલ તાલુકાના અગાસી ગામે ગોધરાના પ્રાંત અધિકાર દ્વારા લોક સુનાવણી નો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગાસી ગામના એક વૃદ્ધ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં પ્રાંત અધિકારીને જણાવ્યું હતું કે પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ના પુત્રને તથા અન્ય કોઈને પણ જો લીઝ આપવામાં આવશે તો હું ઝેર પી લઈશ આવી ચીમકી આપી જાહેરમાં પ્રાંત અધિકારીની સામે ઝેરની બોટલ કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો ગામ લોકોના જણાવ્યા મુજબ રેતીની લીઝ આપતા નદીના જળસ્તર ઉંડા ગયા છે ગોમા નદી સુકાઈ ગઈ છે પરિણામે પટ વિસ્તારમાં આવેલા ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે જેને લઈને સંતાનોના લગ્ન થતા નથી પાણીની સમસ્યાને લઈને અમારા ગામમાં બહારગામની કોઈ દીકરીઓ લગ્ન માટે તૈયાર થતી નથી લીઝ ધારણ કરતા ઈસમો દ્વારા માપ કરતા વધારે ઉડા ખાડા કરી સફેદ રેતીના માફિયાઓ રોયલ્ટીની ચોરી કરે છે.
આ લોક દરબારમાં આજુબાજુના ગામના અનેક લોકો દ્વારા પ્રાંત અધિકારી ની રૂબરૂમાં રજૂઆતો કરવા માટે ઉપસ્થિત થયા હતા આ સમગ્ર ઘટનાને વિડીયોગ્રાફી સાથે આયોજન કરવામાં આવ્યું હતું. સદર લોક સુનાવણી નો રિપોર્ટ જે તે વિભાગને મોકલવામાં આવે છે ખનીજ માફિયાઓ દ્વારા ગામ લોકો સાથે અનેક વખત ઘર્ષણમાં ઉતર્યા ના બનાવ બન્યાછે તથા માપ કરતા વધુ ઉંડા ખાડા કરવાથી નદીમાં પાંચેક માણસોના ખાડામાં ડૂબી જવાથી મરણ થયા ના દાખલા મોજુદ છે પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર દ્વારા લીઝની માગણી કરવામાં આવી છે અને જો તેમને લીઝ આપવામાં આવશે તો અમે તેનો સખત વિરોધ કરીશું આ વખતે અગાસી ગામના એક વૃદ્ધ દ્વારા ઝેરની શીશી કાઢી પ્રાંત અધિકારીને ચીમકી આપી હતી કે આ વિસ્તારમાં લીઝ આપવામાં આવશે તો હું ઝેર ખાઈ આપઘાત કરીશ પ્રાંત અધિકારી પ્રવીણ સિંહ જેસાવત દ્વારા ગામ લોકોને જણાવવામાં આવ્યું હતું કે આ અહેવાલ જીપીસીપીને મોકલી આપવામાં આવશે અને તેઓ દ્વારા માઇનિંગ ની પરવાનગી આપવાની પ્રક્રિયા હાથ ધરશે અને એ સત્તા પણ જીપીસીપીને છે મારે માત્ર લોક સુનાવણીનો અહેવાલ મોકલવાનો છે.