Connect with us

Chhota Udepur

૨૪ કલાક વીજળી આપવાની વાત કરતી ભાજપ સરકારના રાજમાં કદવાલ પંથકમાં ચાર કલાક પણ વીજળી મળતી નથી

Published

on

in-the-state-of-bjp-government-which-talks-about-providing-24-hours-electricity-kadwal-panthak-does-not-get-electricity-even-for-four-hours

પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)

જેતપુરપાવી તાલુકાના કદવાલ પંથકમાં વીજળીના ધાંધિયા જોવા મળી રહ્યા છે વારંવાર વીજળી જવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. સરકારી કામો પણ અટવાઈ રહ્યા છે. એક તરફ જ્યોતિગ્રામ યોજના હેઠળ સરકાર ૨૪ કલાક વીજળી આપવાની મોટી મોટી વાતો કરી રહ્યા છે. ત્યારે કદવાલ પંથકમાં ૨૪ કલાક માંથી ચાર કલાક જ વીજળી મળતી હોય છે તે પણ હપ્તે હપ્તે કદવાલ પંથકમાં પોલીસ સ્ટેશન, દવાખાના, ગ્રામ પંચાયતો જેવી અનેક સરકારી કચેરીઓ આવેલી છે. જેમના તમામ કામો ઓનલાઇન થતા હોય છે. પરંતુ વીજળીના ધાંધિયાના કારણે આ તમામ કામો અટવાઈ જાય છે. પોલીસ સ્ટેશનમાં પણ ઓનલાઇન એફ.આઇ.આર તેમજ રોજેરોજના ડેટા અપલોડ કરાતા હોય છે. પોલીસ કર્મી એફ.આઇ.આર તેમજ અન્ય દસ્તાવેજો ટાઈપ કરવા બેસે અને વીજળી જાય તો નવેસરથી આ બધા કામો કરવા પડે છે.

Advertisement

છાશવારે વીજળી જતી હોય સરકારી કર્મચારીઓ સાથે સ્થાનિક રહીશોને પણ ભારે હાલાકી ભોગવી પડે છે. લાઈટ ન હોવાથી રાત્રિના સમયે નાના બાળકો રાડા રોડ કરી મુકતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી તથા જંગલી જાનવરોનો ડર રહેલો હોય છે.

in-the-state-of-bjp-government-which-talks-about-providing-24-hours-electricity-kadwal-panthak-does-not-get-electricity-even-for-four-hours

અંધારામાં ઝેરી જાનવર કરડશે એવો ભય ગ્રામ જનોમાં છવાયેલો હોય છે. વીજળી ન હોવાને કારણે ઇલેક્ટ્રીક ઉપકરણો પણ બંધ રહેતા હોય લોકો ગરમી અને મચ્છરોથી પણ પરેશાન રહે છે. અંધારાના કારણે આ વિસ્તારમાં ચોરી થવાના પણ બનાવો બનતા રહે છે. ત્યારે એમ.જી.વી.સી એલ તંત્ર ઘોર નિંદ્રામાં ટેલીફોન બાજુમાં મૂકી સુઈ જતા હોય છે. લોકોની ફરિયાદ સાંભતાજ નથી

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે વીજળીની આવન જાવનના કારણે કદવાલ પોલીસ સ્ટેશનના બે કોમ્પ્યુટર ઉડી ગયા છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નુકસાનો થયા છે. એમ.જી.વી.સી.એલ ને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કામગીરી કરતા નથી વડોથ ખાતે એમ.જી.વી. સી.એલ દ્વારા બનાવવામાં આવેલું ૬૬ કેવી સબ સ્ટેશન દિવા તરે અંધારું જેવું છે. જેનો લાભ ગ્રામજનોને મળતો નથી વીજળીની સમસ્યાના કારણે આ વિસ્તારના લોકો ભાજપને મત આપી છેતરાયા હોવાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. વીજળીની સમસ્યા આગામી લોકસભામાં ભાજપ સામે સમસ્યા ઊભી કરશે પોતાના ગણાતા ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ પ્રશ્ન હજુ હલ થયો નથી.

Advertisement
error: Content is protected !!