Gujarat
કવાંટની વિવિધ શાળાઓમાં ધારાસભ્યએ ભૂલકાઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહન આપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં આજે ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ અન્વયે ૨૧માં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો ભવ્ય શુભારંભ થયો હતો. જેમાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા કવાંટ તાલુકાના વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહન આપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
૨૧ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૪” અંતર્ગત કવાંટ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા ઉપસ્થિત રહી બાળકોને શાળાઓમાં પ્રવેશ કરાવ્યો હતો.”શિક્ષિત ભારત થી સશક્ત ભારત”ના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન પ્રેરણાથી શરૂ થયેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન તળે સમગ્ર ગુજરાતમાં આયોજિત “૨૧મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૪” અંતર્ગત કવાંટ તાલુકાના રેણધા, સિંગલદા પ્રાથમિક શાળાઓમાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કરી બાળકો ને શાળા માં પ્રવેશ કરાવ્યો હતો.
ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, બાળકો એ શાળાએ આવી શિક્ષણ લેવું અને ઘરની આસપાસ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી ગામના પ્રત્યેક આંગણે શિક્ષણ પહોંચે અને ઘર દીઠ એક વૃક્ષ વાવે તે માટે કટિબદ્ધ થવા સૌને અપીલ કરી હતી.