Chhota Udepur
વસંતગઢ ગ્રામ પંચાયતમાં નળ માં ટીંપુય પાણી આવ્યું નથી છતાં નલ સે જલ યોજના ના નાણાં ચૂકવાઈ ગયા:સરપંચ સાહેબ કેટલા લીધા!
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાનાં વસંતગઢ ગામે નળ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરોમાં પાણીના નળ તો મળ્યા પરંતુ પાણી ક્યારે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ગામની મહિલા ઓ પાણીના પ્રશ્નેને લઇ રોષ જોવા મળી રહ્યો છે. એક વર્ષ પહેલા ઘરે ઘરે નળ કન્નેકશન તો આપી દેવામાં આવ્યા છે પરંતુ પાણી ક્યારે? સરકાર દ્વારા નળ સે જળ યોજના માટે લાખો રૂપિયા પંચાયતને ફાળવવામાં આવતા હોય છે પરંતુ જેનો દુરુપયોગ થતો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
જેતપુરપાવી તાલુકાના વસંતગઢ ગામે પાણીની ગંભીર સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે સરકાર દ્વારા લખો રૂપિયાના ખર્ચ કરી નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે ચકલી તો મૂકી દેવામાં આવી છે પરંતુ પાણી આજ દિન સુધી આપવા આવ્યું નથી. જેને લઇ સ્થાનિકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્રને કાર્યવાહી કરી યોગ્ય ન્યાય આપી પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ઘરે ઘરે નળ થી પાણી પહોંચાડવાના હેતુથી લખો રૂપિયાના ખર્ચે નળ સે જળ યોજના અમલમાં મુકવા માં આવી હતી. પરંતુ આ યોજના સ્થાનિક વહીવટી તંત્ર, કોન્ટ્રાક્ટર અને નેતા ઓની મિલી ભગત ના કારણે આ યોજના ફક્ત અને ફક્ત કાગળ પર થઈ હોવાની ચર્ચાઓ ગામ લોકો દ્વારા કરવા માં આવી રહી છે.
ભ્રષ્ટાચારના સતત સામે આવ્યા પ્રશ્નો
પાણી પુરવઠા દ્વારા વિવિધ પાણી જુથ યોજના કામગીરીમા સ્થાનિક વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત ભ્રસ્ટાચાર આચારવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તંત્ર દ્વારા પણ આ બાબતની ગંભીરતા દાખવી તાપસ હાથ ધરવા આવે તેવી માંગ સ્થનિકો દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ પણ યોજનામાં થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન હોય છે પરંતુ વાસ્મોની આ યોજનામાં થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરતી એજન્સીની તપાસ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકારની નલ સે જલ યોજનાની મોટી મોટી વાતો વચ્ચે અંતરિયાળ વિસ્તારોમાં વિપરીત સ્થિતિ નળ સે જળ યોજનામાં પણ સ્થાનિક નેતાનો જ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી પાણી આપવા લાગુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અંતર્ગત પાણી કેમ નથી મળતું? તે તપાસ કરવામાં આવે અને ગ્રામજનોને પાણી મળે તેવી લોક મંગ ઉઠી છે ત્યારે જોવું રહ્યું કે સરકાર દ્વારા ગ્રામજનોને પાણી આપવા ખર્ચે કરેલા નાણાં ક્યાં ગયા તેની યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ અને નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટને સફળતા મળશે કે કેમ, કારણ કે સરકાર તો યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચા કરે છે પણ તેનો લાભ તમામ લાભાર્થીઓને થતો નથી.
નળ તૂટીને ભંગાર થયા પણ પાણીનું ટીપુંય નહીં
- ખેડૂત ને બોર ના પૈસા ચૂકવવાના થાય તો ટકાવારી ની લાલચ માં સહી કરતા નથી
- નલ સે જલ યોજના ની અધૂરી કામગીરી, નળ કટાઈ ગયા પરંતુ હજુ સુધી પાણી આવ્યું નથી તો સરપંચે 26 લાખ નો ચેક કોન્ટ્રાકટર ને કેવી રીતે આપ્યો
- ગામમાં ચેકડેમ તેમજ અન્ય કામો માં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની લોકબુમ ઉઠી છે
- વસંતગઢ ગ્રામ પંચાયતનો પાપ નો ગડો ભરાઈ ગયો હોય તેવું લાગી રહ્યુ છે