Connect with us

Uncategorized

વેલકોતરમાં સુશાસનદિન ની ઉજવણી તથા નવાપ્રમુખ નો સત્કાર સમારંભ યોજાયો

Published

on

(ઘોઘંબા)

ઘોઘંબા તાલુકાના વેલકોતર ગ્રામ પંચાયતના પટાંગણમાં આજરોજ ભારત રત્ન અને દેશના માજી વડાપ્રધાન અટલબિહારી બાજપાઈના જન્મદિનને સુશાસન દિન તરીકે ઉજવાયો હતો જેમાં ગ્રામજનોને પ્રોપર્ટી કાર્ડ તાલુકા વિકાસ અધિકારી એસ.એમ.કોલચા તાલુકા પ્રમુખ હેમંત રાઠવા સરપંચ તથા તલાટી કામ મંત્રીની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યા હતા.

Advertisement

સુશાસન દિનની ઉજવણી સાથે ઘોઘંબા ભાજપ મંડળ ના નવા નિમાયેલા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારનો સત્કાર સમારંભ યોજાયો હતો. ઘોઘંબા ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરોએ ફૂલહાર પહેરાવી નવા પ્રમુખનું સ્વાગત કર્યું હતું .આજના કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ,તાલુકા પ્રમુખ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો ,સરપંચો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવા નિમાયેલા પ્રમુખે જણાવ્યું હતું કે ભાજપે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ ને સાર્થક કરી વડાપ્રધાન મોદીએ સોનેરી ગુજરાતના જોયેલા સપનાને પૂર્ણ કરવા કટિબદ્ધ બનશે તેમને હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહપરમાર, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા પંચમહાલ અને છોટાઉદેપુરના સાંસદો સહિત સૌ કાર્યકરોનો આભાર માન્યો હતો

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!