Uncategorized
સેવાભાવી ડૉ.જયરામ રાઠવાની સહયોગ હોસ્પિટલમાં નવીન વિભાગનો શુભારંભ
(ઘોઘંબા)
ઘોઘંબા તાલુકો આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. નગરમાં હવે આધુનિક હોસ્પિટલ શરૂ થઈ રહી છે જેમાં આદિવાસી સમાજના સેવાભાવી ડોક્ટર જયરામ રાઠવા દ્વારા ઘોઘંબા ફાટક ઉપર સહયોગ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જે સફળતાના શિખરો સર કર્યા બાદ ડોક્ટર જયરામ રાઠવા દ્વારા આ વિસ્તારના ગરીબ દર્દીઓને આરોગ્યની તમામ સુવિધાઓ એક જ જગ્યા ઉપર ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર, સહયોગ હોસ્પિટલમાં નવીન વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો જેનો આજરોજ સંતો તથા સ્પેશિયાલિસ્ટ તબીબોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
ઘોઘંબા તાલુકામાં સહયોગ હોસ્પિટલનું નામ ઘરે ઘરે જાણીતું છે ડોક્ટર જયરામ રાઠવા તથા ડોક્ટર રોહિણી રાઠવા છેલ્લા બે વર્ષથી “નહીં નફો નહીં નુકસાન” ના ધોરણે લોકસેવા હેતુ હોસ્પિટલ ચલાવે છે ડૉક્ટર જયરામ રાઠવાએ ઘોઘંબા નગર તથા તાલુકામાં વસતા અંતરયાળ ગામોના લોકોને આરોગ્યની તમામ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે સહયોગ હોસ્પિટલમાં નવીન વિભાગ શરૂ કર્યો જેમાં જનરલ મેડિસિન, હોમિયોપેથીક, સર્જીકલ (ઓપરેશન વિભાગ) ઓર્થોપેડિક, લેબોરેટરી તેમજ ગાયનેક ને લગતા રોગોની સારવાર ડૉક્ટર બી.જે વાંકાણી, ડૉક્ટર મયંક પટેલ, ડૉક્ટર રાહુલ ડામોર જેવા સ્પેશિયાલીસ્ટ તબીબો દ્વારા કરવામાં આવશે આજરોજ સયોગ હોસ્પિટલના નવીન વિભાગનું ઉદઘાટન સંતો મહંતો સ્પેશ્યાલિસ્ટ તબીબોના હસ્તે કરવામાં આવ્યું હતું. આજના ઉદઘાટન સમારોહમાં ઘોઘંબા તાલુકાના વડીલો યુવાનો તથા મહિલાઓ સાથે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી ડૉક્ટર જયરામ રાઠવાને શુભેચ્છાઓ પાઠવી હતી