Connect with us

Gandhinagar

‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’નું ગાંધીનગર ખાતેથી અનાવરણ

Published

on

આજરોજ ગાંધીનગર ખાતે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ના વરદ હસ્તે જીયુવીએનએલ અને સંલગ્ન કંપનીઓ ના લોગો  નું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે, GEDAના મેનેજિંગ ડિરેક્ટર અજય પ્રકાશ, GUVNLના ડિરેક્ટર તેજસ પરમાર તથા કમલેશ જાંગિડ, GETCOના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાંડે તથા ઊર્જા વિભાગના અધિકારીઓ એચ એન શાહ જીએમ આરઈ,  જે ટી રાય, જીએમ એચ આર સી એન પેંડોર એજીએમ આઇટી ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી, 2023 અંતર્ગત ગુજરાત સરકારના ઊર્જા વિભાગ દ્વારા અનેક પહેલો કરવામાં આવી છે. રિન્યુએબલ એનર્જી પોલિસીને વધુ વેગ આપવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’નું ગાંધીનગર ખાતેથી અનાવરણ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમીટેડ (GUVNL) દ્વારા બનાવવામાં આવ્યો છે.

Advertisement

‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’મારફતે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટસ માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનશે. આ પોર્ટલ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ છે જેનાથી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટના ઝડપી અને વધુ કાર્યક્ષમ ઉપયોગની સુવિધા મળશે. આ પોર્ટલનો ઉદ્દેશ રોકાણકારો અને હિતધારકો માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટસની મંજૂરીઓને ઝડપી બનાવવાનો છે.

‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’ના અનાવરણ પહેલા GEDA, GETCO, DISCOM,CEI, SLDS અને EPD જેવી અલગ વેબસાઈટથી અરજીની પ્રક્રિયા કરવાની હતી પરંતુ પોર્ટલના માધ્યમથી પ્રોજેક્ટની અરજીની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ ઉપરાંત રોકાણકારો અને હિતધારકોએ તમામ ડોક્યુમેન્ટ્સ પણ એક જ પોર્ટલ પર એક જ વાર અપલોડ કરવાના રહેશે તથા રજીસ્ટ્રેશન ફી પણ એક જ વાર ભરવાની રહેશે.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!