Chhota Udepur
જેતપુરપાવી તાલુકાના રાજપુર (કદવાલ) ગામે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં વિકાસ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો વસવાટ કરતા હોય છે જેના કારણે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં તમામ સવલતો મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ જેતપુરપાવી તાલુકાના રાજપુર (કદવાલ) ગામે જિલ્લા પંચાયત સદસ્ય મનીષાબેન ધર્મસિંહ રાઠવાના હસ્તે નાના ભૂલકાઓના અભ્યાસ માટે નંદ ઘર -આંગણવાડીના નવ નિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી રાજપુર (કદવાલ) ગામે આંગણવાડી માટે સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતના સરપંચ સુમનભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે નવીન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય મનીષાબેન ડી રાઠવા, તાલુકા સદસ્ય દીનાબેન ડી ઠાકોર, મહા મંત્રી પ્રવીણભાઈ રાઠવા, સરપંચ સુમનભાઈ નાયક, સંત શ્રી લક્ષ્મણદાસ સાહેબ, આંગણવાડી બહેનો, હોદેદારો સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બાળકો માટે પાયાના શિક્ષણની મહત્તા ખૂબ જરૂરી છે, તેના થકી જ એક નાગરિક અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો પાયો નંખાય છે ત્યારે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે આશયથી સુવિધાયુક્ત આંગણવાડીનું નિર્માણ રાજપુર (ક)ખાતે કરવામાં આવ્યું છે : સરપંચ સુમનભાઈ નાયક (પાની ગ્રામ પંચાયત)