Gujarat

સન ફાર્મા દ્વારા નિર્મિત ગુજરાતના પ્રથમ “બાળ કલરવ વર્ગ”નુ ઉદ્ઘાટન

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

હાલોલ ખાતે આવેલી સનફાર્મા કંપની પોતાના વાર્ષિક નફા માથી CSRને નાણાં ફાળવી હાલોલ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય,શિક્ષણ તેમજ અન્ય સેવાકીય કાર્યો  કરેછે હાલોલ તાલુકાના વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં બાલ વાટિકાના બાળકોના શિક્ષણની સુવિધા માટે સન ફાર્મા હાલોલ દ્વારા “બાળ કલરવ વર્ગ” નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના અભ્યાસક્રમ મુજબના શૈક્ષણિક રમકડા, ફર્નિચર, કલર કામ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે “બાળ કલરવ વર્ગનું ઉદ્ઘાટન બ્રજેશ ચૌધરી, પ્રતીક પંડ્યા સન ફાર્મા હાલોલ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાલોલ તાલુકાના બી.આર.સી કોડિનેટર કેળવણી નિરીક્ષક વાલીઓ તથા નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Trending

Exit mobile version