Uncategorized
પંચમહાલ કેળવણી મંડળ સંચાલિત મારુતિસિંહ ઠાકોર આશ્રમશાળાના નવીન મકાન નુ ઉદ્ઘાટન
પંચમહાલ કેળવણી મંડળ સંચાલિત મારુતિસિંહ ઠાકોર આશ્રમશાળાના નવીન મકાન નુ ઉદ્ઘાટન તથા પંચમહાલના સાંસદનો સન્માન સમારોહ કરોલી ખાતે યોજાયો
કાલોલ તાલુકાના કરોલી ખાતે આજરોજ પંચમહાલ કેળવણી મંડળ સંચાલિત સ્વતંત્ર સેનાની મારુતિસિંહ છત્રસિંહ ઠાકોર આશ્રમ શાળા ના નવીન મકાનનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિભાઈ અમીનના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું. સાથે પંચમહાલ ના સાંસદ રાજપાલસિંહ જાદવનો સન્માન સમારંભ યોજાયો હતો પંચમહાલ કેળવણી મંડળના નટવરસિંહ ચૌહાણ તથા જયેશભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારના ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુસર મારુતિ છત્રસિંહ ઠાકોર આશ્રમશાળા નો પાયો નાખ્યો હતો. પંચમહાલ કેળવણી મંડળ દ્વારા શિક્ષણની ઉત્તમ સુવિધા તો પૂરી પાડી પરંતુ મકાન જર્જરિત હોય 60 લાખના ખર્ચે 8 રૂમ અને રસોડાનું નવીન બાંધકામ કરાવ્યું હતું.
આશ્રમશાળામાં 240 બાળકોને અભ્યાસ સાથે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે આજરોજ આશ્રમશાળા ના નવીન મકાનનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ નરહરીભાઈ અમીનના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું સાથે સાથે પંચમહાલ સાંસદ અને કરોલી ના વતની એવાં રાજપાલસિંહ જાદવનો સન્માન સમારોહ યોજાયો હતો આજના કાર્યક્રમમાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું તલવાર તથા મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. રાજ્યસભાના સાંસદ નરહરીભાઈ અમીને શિક્ષણ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદ કરવાની ખાત્રી આપી હતી આજના કાર્યક્રમમાં શાળાના શિક્ષકો. રાજકીય આગેવાનો,બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા