Gujarat
ગલીબીલીમાં નવીન સસ્તા અનાજની દુકાનનું પુરવઠા અધિકારીના હસ્તે ઉદ્ઘાટન
(ઘોઘંબા તા.૨૫)
ઘોઘંબા તાલુકાના ગલીબિલી ખાતે આજરોજ વિભાજન બાદ અલગ થયેલી નવીન સંસ્થા અનાજની દુકાનનું પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાના હસ્તે રીબીન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી દુકાનદારો, સખીમંડળની બહેનો તથા ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઘોઘંબા તાલુકામાં ૯૮ ગામ આવેલા છે જેમાં પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની દુકાનોની સંખ્યા માત્ર 63 જેટલી હોવાથી દુકાન વીહોણા ગામોને અનાજ મેળવવા માટે અન્ય ગામોમાં જઈ લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું જેથી ગ્રાહકોની સવલત માટે ગામ દીઠ સરકારી દુકાનનું જાહેરનામું બહાર પડ્યું હતું. ગલીબિલી ખાતે સુપ્રેમ સખી મંડળના જયાબેન રમેશભાઈ રાઠવાએ દુકાન માટે અરજી કરતાં તેમની દરખાસ્ત મંજૂર કરી સખી મંડળની બહેનોને દુકાન ફાળવી હતી. આજરોજ ગલીબીલી ખાતે નવીન સસ્તા અનાજની દુકાનનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ રાઠવા તથા સખી મંડળની બહેનોએ ઉદ્ઘાટન માટે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણાને આમંત્રણ આપ્યું હતું જે આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી પુરવઠા અધિકારીએ આજરોજ પટ્ટી કાપી દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું અધિકારીએ પોતાના વ્યક્તવ્યમાં લાભાર્થીઓને સંચાલક તરફથી પૂરતા પ્રમાણમાં પ્રમાણિક્તા સાથે અનાજનો પુરવઠો મળશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગલીબીલી ગામમાં કુલ 599 રેશનકાર્ડ ધારકો છે જેમાં 523 એક્ટિવ છે અગાઉ આ રેશનકાર્ડ ધારકોને અનાજ લેવા માટે ખડપા જવું પડતું હતું. આજથીદુકાન સરુ થઈ જતાં ગલીબીલીના રેશનકાર્ડ લાભાર્થીઓને સરકારી અનાજ પોતાના ગામમાં જ મળી રહેશે ગામમાં દુકાન ચાલુ થઈ હોવાથી ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરાઈ ગઈ હતી. આજના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ રાઠવા, ગામના સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, સરકારી દુકાનદારો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા