Gujarat
વિધાર્થીઓમાં મનોબળ અને પારીવારિક ભાવના જગાડતા NSS કેમ્પનું ઉદઘાટન.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા નગર માં આવેલ એસ.એચ. વરીયા હાઇસ્કુલ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વાલી મંડળના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર,બી.આર.સી પ્રવીણભાઈ સોલંકી,ગામનાં આગેવાનો,આચાર્ય એમ.બી.પંડ્યા, શાળાનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એન. એસ.એસ. કેમ્પ એટલે વિદ્યાર્થીઓ માટે પોતાના જીવન ઘડતરનો એક મહામૂલ્ય ભાગ કહેવાય છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં વિદ્યાર્થીઓ દરરોજ લોકજાગૃતિ, જન સલામતી, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, કુરીવાજો, અને નિરક્ષરતા ના વિવિધ કાર્યક્રમો કરી સમાજને જાગૃત કરશે. તારીખ 8, 9, 10 જાન્યુઆરી 2024 દરમિયાન દરરોજ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન કરી રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વારસો, દેશ પ્રેમ અને જનજાગૃતિના વિષયો પર જુદા જુદા નાટકો સાથે ગીત સંગીતની રજૂઆત કરવામાં આવશે. દરેક વિદ્યાર્થીને પોતાને જાતને પગભર થવા માટે કેમ્પ દ્વારા મહત્વના સદવિચાર પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગામના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહેશે. એન.એસ.એસ. કેમ્પના કન્વીનર મહેન્દ્રકુમાર કે.પટેલ દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન અને વિદ્યાર્થીઓ સાથે સહભાગી થઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ ઉજવવામાં આવશે.