Connect with us

Editorial

વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે નૈતિક મૂલ્યોનું સિંચન જરૂરી છે.

Published

on

inculcation-of-moral-values-in-students-is-necessary-along-with-education

વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણની સાથે સાથે બાળપણથી જ સહકાર, દયા,વિનમ્રતા, પ્રામાણિકતા,સહનશીલતા, ધૈર્ય,સત્યનું આચરણ , સમય પાલન, મદદરૂપ થવાની ભાવના વગેરે જેવા નૈતિક મૂલ્યોનું સિંચન કરવું જરૂરી છે. આ મૂલ્યો બાળકોમાં હોય જ છે પણ શિક્ષકો અને માતા-પિતા દ્વારા એને ખીલવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

નૈતિક મૂલ્યો સહિતના શિક્ષણ દ્વારા જ આજનો વિદ્યાર્થી આવતીકાલનો શ્રેષ્ઠ નાગરિક નાગરિક બની શકશે સાચી મિત્રતા ,પ્રામાણિકતા, સત્યનું આચરણ વગેરેના શ્રેષ્ઠ દ્રષ્ટાંતો અને વાર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓ ને આ ગુણો જીવનમાં ઉતારણ માટે પ્રોત્સાહિત કરી શકાય, સારા મિત્રો બનાવવા,વડીલોનું સન્માન કરવું, કુટુંબના સભ્યો સાથે નિખાલસતા થી ચર્ચા કરવી, પડોશી અને અન્ય વ્યક્તિઓ સાથે પોતાનાપણાની ભાવના વિકસાવવી જરૂરિયાત મંદને મદદ કરવી વગેરે ગુણો વિકસાવવાનું શીખવી શકાય, વિદ્યાર્થીઓને ગુસ્સા પર નિયંત્રણ રાખી અને મૃદુભાષી બનવાનું અવશ્ય શીખવું જોઈએ.

Advertisement

inculcation-of-moral-values-in-students-is-necessary-along-with-education

વર્ગખંડમાં તોફાની બાળક માટે શારીરિક હૂંફ અને પ્રોત્સાહનની જરૂર છે તેની પીઠ થાબડવાની જરૂર છે શરમાળ અને ગભરુ બાળકને બોલવા ઉભા કરવા માટે સખ્તાઈ વાપરી શકાય, એકંદરે પ્રેમ,હૂંફ અને મૌખિક કડકાઈ વચ્ચે સંતુલન સાંધી શિક્ષકો દ્વારા બાળકોને કેળવી શકાય,વિદ્યાર્થીઓ વર્ગખંડમાં તણાવ ના બદલે સ્મિત, હાસ્ય અને હળવાશ નો અનુભવ કરવા જોઈએ.

શિક્ષકો અને પરિવારના સભ્યોના શ્રેષ્ઠ આચરણ દ્વારા જ બાળકો માં આ નૈતિક મૂલ્યો નું સિંચન થઈ શકે છે, વિદ્યાર્થી મિત્રોએ પણ આ નૈતિક મૂલ્યો પોતાના જીવનમાં ખીલવવા માટે તત્પર રહેવું જોઈએ, બધા જ શિક્ષકો અને વાલી મિત્રોએ શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરી દેશના શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર કરવા પોતાની અહમ ભૂમિકા ભજવવી જોઈએ

Advertisement
error: Content is protected !!