Sports
IND vs AUS: અશ્વિને તોડ્યો 18 વર્ષ જૂનો રેકોર્ડ, 89 મેચમાં નંબર 1 બન્યો
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ નાગપુર ટેસ્ટમાં મોડી રાત્રે અશ્વિનને મોટી સફળતા મળી હતી. તેણે એલેક્સ કેરીની વિકેટ લીધી હતી. આ વિકેટ સાથે નાગપુરમાં માત્ર તેનું ખાતું જ નથી ખુલ્યું પરંતુ 18 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.
એલેક્સ કેરીની વિકેટ લીધા બાદ અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 450 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. તેણે પોતાની 89મી ટેસ્ટ રમતા આ કારનામું કર્યું હતું.
અશ્વિને અનિલ કુંબલેનો સૌથી ઝડપી 450 વિકેટ લેવાનો 18 વર્ષ પહેલાનો રેકોર્ડ તોડ્યો હતો. કુંબલેએ માર્ચ 2005માં પાકિસ્તાન સામેની ટેસ્ટમાં પોતાની 450 વિકેટ પૂરી કરી હતી. તેણે આ સિદ્ધિ હાંસલ કરવા માટે 93 મેચ રમી હતી.
સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બનવા ઉપરાંત અશ્વિન હવે આ રેસમાં વિશ્વનો નંબર 2 પણ છે. મતલબ કે તે 450 ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો બીજો સૌથી ઝડપી બોલર બની ગયો છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 450 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે માત્ર 80 મેચમાં 450 ટેસ્ટ વિકેટ લીધી હતી.