Gujarat

ડેસર,ભાદરવા તેમજ સાવલી પોલીસ મથકની હદમાં ઝડપાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂનો નાશ કરાયો

Published

on

સાવલી તાલુકાના ડેસર ભાદરવા તેમજ સાવલી પોલીસ મથકની હદમાં ઝડપાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૨૧૬ નંગ બોટલો રૂપિયા ૨૦,૦૪૧૫૦ ના મુદ્દા માલ પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો

આજરોજ મંજુસર જીઆઇડીસી માં આવેલ નિર્જન જગ્યામાં નામદાર કોર્ટના હુકમથી છેલ્લા દોઢ વર્ષમાં સાવલી ડેસર અને ભાદરવા મળી કુલ ત્રણ પોલીસ મથકમાં વિવિધ દરોડાઓમાં ઝડપાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવા માટેનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત ઓફિસર જિલ્લા નાયબ પોલીસવડા આબકારી નશાબંધી અને ત્રણેય પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવલી પોલીસ મથકની ૧૪૨૬૦ નંગ બોટલ રૂપિયા ૧૫,૬૦૦૬૫ ડેસર પોલીસ મથકની ૨૭૪૯ નંગ બોટલ રૂપિયા ૨,૯૩૯૨૫ અને ભાદરવા પોલીસ મથકની ૧૨૦૭ નંગ બોટલ રૂપિયા ૧,૫૦૧૬૦ મળી કુલ ૧૮૨૧૬ નંગ બોટલો  રૂપિયા ૨૦,૦૪૧૫૦ ના મુદ્દા માલ પર રોલર ફેરવીને ભૂકકો કરી રાખવામાં આવી હતી અને ત્યારબાદ ખાડો ખોદીને દબાવી દેવામાં આવી હતી

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version