Panchmahal
હાલોલ પાલિકાના સત્તાધીશોની બેદરકારી અગિયાર વિસ્તારોમાં અંધારપટ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ પાલિકાના અનગઢ વહીવટ ને કારણે પાલિકા ના 11 વિસ્તારોમાં અંધારપટ છવાયેલો છે આજે તારીખ 22 માર્ચથી હિન્દુઓના ત્રણ તહેવારોનું શુભ મિલન થાય છે જેમાં ચૈત્રી નવરાત્રી, મરાઠી માનુસનું નવું વર્ષ અને સિંધી સમાજનું ચેટીચંદનો પર્વ શરૂ થાય છે પરંતુ આ તમામ તહેવારો હાલોલ ના ભક્તજનો દ્વારા અંધારપટમાં ઉજવવા પડશે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાં સળંગ નવ દિવસ સુધી નો મા શક્તિનો તહેવાર છે પરંતુ આ ત્રણેય તહેવારો અંધારપટમાં ઉજવાશે કારણ કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા એમજીવીસીએલના સ્ટ્રીટ લાઈટ ના બિલ પેટે અંદાજે 72 લાખ રૂપિયા બાકી પડે છે
જે પાલિકાને નોટીસો આપવામાં આવ્યા છતાં પણ ભરી શક્યું નથી પરિણામે માર્ચ એન્ડિંગ હોવાથી એમજીવીસીએલ દ્વારા કડક હાથે કામ લઈ ઉપલા અધિકારીઓના આદેશ મુજબ સ્ટ્રીટ લાઈટ ના 11 વિસ્તારના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે પરિણામે આખી રાત અગિયારે અગિયાર વિસ્તારોમાં અંધારપટમાં વિતાવવો પડે છે હાલમાં કૂતરાઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે રાત્રિના અંધકારમાં કુતરાઓ રાહદારીઓની પાછળ પડે છે તો ઘણી વખત અન્ય પશુઓ પણ રાહદારીઓને ત્રાસ આપે છે સત્તાધીશોની બેદરકારી ને લઈને નગરજનોને અંધારપટ ભોગવવાનો વારો આવે છે