Kheda
કઠલાલ માં આડેધડદબાણો હટાવાયા વહેપારીઓ માં રોષ

(પ્રતિનિધિ રઈસ મલેક ખેડા)
ખેડા જિલ્લાના કઠલાલ ચોકડી વિસ્તાર ના અમદાવાદ બાલાશિનોર રોડ પર આવેલી તમામ દુકાનો હોટલો અને મોબાઈલ ના શૉરૂમો આગળ ના દબાણો કઠલાલ નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા પોલીસ ની ઉપસ્થિતી માં દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થાનિક વહેપારીઓ ને મોટું નુકસાન થતા કઠલાલ ના તમામ વહેપારીઓ માં આક્રોશ જોવા મળ્યો હતો
આડેધડ દબાણો તોડાતા વહેપારીઓને મોટું નુકશાન થતાં વેપારીઓ રોડ પર ઉતરી વિરોધ નોંધાવતા ચાલુ બઝારની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી વધુ માં આવતી કાલે કઠલાલ ના મુખ્ય બઝારમાં પણ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે