Tech

Tech News: ઈન્ડસ્ટ્રીઝનો સૌથી સસ્તો પ્લાન Vi એ કર્યો લોન્ચ, માત્ર 1 રૂપિયામાં મળશે આટલા ફાયદા

Published

on

Tech News: ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવા-નવા આકર્ષક રિચાર્જ ઓફર લાવતી રહે છે. હવે દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વાઈએ એક એવો પ્લાન રજૂ કર્યો છે, જેને હવે બધાને ચોંકાવી દીધા છે. વીઆઈ તરફથી ટેકિલોમ સેક્ટરનો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

VI નો ધમાકો, ઈન્ડસ્ટ્રીનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ

તમને જણાવી દઈએ કે કેટલાક વર્ષ પહેલા જ્યારે વોડાફોન હચના નામથી જાણીતું હતું ત્યારે કંપની તરફથી સૌથી નાનું રિચાર્જ 4 રૂપિયાનું લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સમયે કંપનીના આ પ્લાનનું નામ છોટા રિચાર્જ હતું. હવે કંપનીએ વર્ષો બાદ 4 રૂપિયાથી સસ્તો પ્લાન પણ રજૂ કર્યો છે. વીઆઈ તરફથી પોતાના યૂઝર્સ માટે 1 રૂપિયાનો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે.

Advertisement

નોંધનીય છે કે વીઆઈના આ પ્લાનની કિંમત જેટલી ચોંકાવનારી છે તેના ફાયદો પણ એટલા ચોંકાવનારા છે. કંપની આ પ્લાનમાં યૂઝર્સને એક નહીં ઘણી ઓફર આપી રહી છે. તેમાં ગ્રાહકોને ટોકટાઈમ અને ઓન નેટ કોલિંગ મિનિટની સુવિધા મળે છે.

જો તમે આ પ્લાનને લો તો તમને જણાવી દઈએ કે તેમાં વેલિડિટીની સુવિધા હશે નહીં પરંતુ તેમાં જે ફાયદા મળે છે તેની વેલિડિટી એક દિવસની હશે. તમને તેના ફાયદા જણાવીએ તો 1 રૂપિયાના પ્લાનમાં 75 પૈસાનો ટોકટાઈમ મળે છે. આ સાથે કંપની ગ્રાહકોને 1 ઓન નેટ નાઇટ મિનિટ કોલિંગ માટે પણ આપે છે.

Advertisement

આ લોકો ઉપયોગ કરી શકે છે 1 રૂપિયાનો પ્લાન

Vi ના 1 રૂપિયાનો પ્લાન લેતા પહેલા ધ્યાન રાખો કે તેમાં કોઈ ડેટા કે એસએમએસ મળતા નથી. જો તમને સવાલ થાય કે વીઆઈએ 1 રૂપિયાનો પ્લાન કયાં યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે તો તમને જણાવી દઈએ કે જો તમે વીઆઈ પર નંબર 99 રૂપિયા, 198 રૂપિયા કે પછી 204 રૂપિયાનું રિચાર્જ કરાવો તો તેમાં તેની સાથે તમે 1 રૂપિયાના પ્લાનનો ઉપયોગ કરી શકો છો.

જો તમારા પ્લાનનો ટોક ટાઈમ ખતમ થઈ જાય છે તો તમે 1 રૂપિયાનો પ્લાન લઈ શકો છો. પરંતુ તમે આ નાના પ્લાનથી માત્ર મિસ્ડ કોલ જ કરી શકશો.

Advertisement

Trending

Exit mobile version