Panchmahal
હાલોલ માં મહિલા સ્વાવલંબન સ્વરોજગાર માટે તાલીમ વર્ગો નો આરંભ

આજ રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા માં સતી તલાવડી મુકામે મહિલા સ્વાવલંબન સ્વરોજગાર માટે યુવા પરિવર્તન સંસ્થા દ્વારા તાલીમ વર્ગ ચાલુ કરવામાં આવ્યા હતા.જેમાં મુખ્ય મહેમાન તરીકે યુવા પરિવર્તન જિલ્લા અધિકારી ઉમેશ બંજારા પ્રો.સામાજિક કાર્યકર્તા ડૉ કૃપા જયસ્વાલ તથા દીપ મકવાણા અને મનીષા પંચાલ જી વિશેષ ઉપસ્થિતિ માં આ સમારોહ યોજાયો છે.
જેમાં 200 થી વધુ બેનો એ આ તાલીમ માટે નામ નોંધાયા હતા.યુવા પરિવર્તન સંસ્થા એ નોન પ્રોફિટ સંસ્થા છે જેની સ્થાપના મુંબઈ નાં પૂર્વ મુખ્ય મંત્રી બી.જી.ખેર દ્વારા કરવામાં આવી હતી.સમય જતાં રાષ્ટ્પતિ એ પી.જે અબ્દુલ કલામ દ્વારા આનું નામ યુવા પરિવર્તન કરવામાં આવ્યું.હાલ ગુજરાત માં સોથી વધુ વિદ્યાર્થી જેને તક નથી મળી જેમને આગળ લાવામાં અને સંપૂર્ણ માર્ગદર્શન અને ગુજરાત ના પ્રોજેક્ટ હેડ રોહિત મિશ્રા જી જેમનો ખૂબ મોટો ફાળો રહેલો છે.સમગ્ર કાર્યક્રમ માં સોથી વિશેષ ઉપસ્થિતિ સ્થાનિક લોકો ની રહી હતી.