Gujarat
લો કોલેજ ગોધરા ખાતે ઇનોવેસન ક્લબ નું આયોજન કરવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ખાતે ઇનોવેશન કલબ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદા નાં વિદ્યાર્થી જોડાયા હતા
ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના વિનયન, વાણીજ્ય વિજ્ઞાન, બી.એડ અને લો વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પણ ઇનોવેશન કરી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત રાજ્યની સરકારી, બિન સરકારી અનુદાનિત કોલેજો અને ગ્રામ વિદ્યાપીઠોમાં ઇનોવેશન ક્લબનું ગઠન કરવામાં આવેલ છે.
જે અંતર્ગત રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે તૈયાર કરવામાં આવે છે. તે અંતર્ગત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા લો કૉલેજ ગોધરા Innovation Club નું ગઠન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ લો કોલેજ ગોધરા nss યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો લો કોલેજ ગોધરા નાં આચાર્ય ડૉ અપૂર્વ પાઠક તથા અને ઇનોવેસન ટ્રેનર સુનીલ વણકર તથા આ કાર્યક્રમ નાં પ્રોગ્રામ કો. ડૉ અમિત મહેતા અને ડૉ કૃપા જયસ્વાલ સમગ્ર કાર્યક્રમ ને અગ્રીમતા આપી હતી ઉપરાંત કોલેજ પરિવાર માં ડૉ સતીષ નાગર nss યુનિટ પો.ઓફિસર ડો અર્ચના યાદવ તથા મોટી સંખ્યા માં વિદ્યાર્થી જોડાયા હતા
