Gujarat
રોડના ખાડા પૂરવાની બદલે ડામરનો ગરમ માલ રોડ ઉપર નાખી ભાગી ગયા
(અવધ એક્સપ્રેસ -પાંડુ તા.૧૬)
ડેસર તાલુકાના પાંડુ રાજુપુરા રોડ ઉપર આવેલ કવચ નદીના ઢાળ ઉપર ચડતા મુખ્ય રોડ ઉપર ખાડા પડ્યા છે તેમજ કેટલી જગ્યાએ રોડ બેસી ગયો છે ત્યારે આજરોજ ખાડા વાળી જગ્યા ઉપર ખાડાની બાજુમાં તથા રોડની સાઈડ ઉપર ધૂળમાં ગરમ ડામરના માલ ની ઢગલીઓ વળેલી જોવા મળી હતી. જો તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હોય તો ગરમ માલ ને ખાડામાં નાખી સમતળ કરી દેવામાં આવ્યા હોત તો તો ખાડા પુરાઈ જતા! પરંતુ ગરમ ડામર માલને રોડ ઉપર અસ્તવ્યસ્ત નાંખી દેવામાં આવ્યો છે તેમજ કેટલોક માલ રોડની સાઈડમાં આવેલા ધૂળમાં નાખી દેવામાં આવ્યો છે ત્યારે પી ડબ્લ્યુ ડી વિભાગના કર્મચારીઓની દાનત ખાડા પૂરવાની લાગતી નથી માત્ર ઔપચારિકતા ખાતર ગરમ માલ લાવી રોડ ઉપર નાખી વાહન ચાલકો જોખમાય તે રીતે નાખવામાં આવતા લોકોમાં રોષજોવા મળી રહ્યો છે