Gujarat
આણંદ જિલ્લાના 19 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરાઇ
આણંદ : આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં પીએસઆઈની આંતરિક બદલીના હુકમો કર્યા છે. મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરની સૂચના અન્વયે જિલ્લાના ૧૯ બિનહથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટોરની વહીવટી કારણોસર આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ અંતર્ગત આણંદ ટાઉન પીએસઆઈ જી.એમ. પાવરાને વિદ્યાનગર, પેટલાદ રુરલના બી.એમ. માળીને બોરસદ ટાઉન, ખંભોળજના પી.આર. ગોહિલને આણંદ ટાઉન, એસઓજીના એ.એમ. શર્માને આણંદ રુરલ, કંટ્રોલરૂમના એમ.આર. વાળાને આંકલાવ, વીરસદના એમ.આર. રાઠોડને ખંભાત સીટી, એલઆઈબીના ડી.કે. મોરીને કંટ્રાલરૂમ (વધારાનો ચાર્જ એમ.ઓ.બી.)
સાયબર ક્રાઈમના એચ.જી. ચૌધરીને ભાલેજ, ભાદરણના આર.એમ. ચૌહાણને સાયબર ક્રાઈમ, ખંભાત સિટીના આઈ.આર. દેસાઈને વીરસદ, આણંદ રુરલના પી.કે. સોઢાને એસઓજી, ખંભાત સિટીના એન.આર. ભરવાડને મહિલા પોલીસ સ્ટેશન, ખંભાત રુરલના એમ.એમ. જુજાને મહેળાવ, શહેર ટ્રાફિકના પી.કે. મંડોરાને વિદ્યાનગર, મહિલા પોલીસ સ્ટેશનના એસ.ડી. ચાવડાને ખંભાત સિટી, બોરસદ ટાઉનના એમ.વી. ચાવડાને ખંભાત રુરલ, વિદ્યાનગરના જે.બી.રાઠોડને મહિલા પોલીસ સ્ટેશન અને ભાલેજના પીએસઆઈ એ.એસ. શુક્લની વિદ્યાનગર ખાતે બદલી કરવામાં આવી છે.
બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ..