Panchmahal
37 વર્ષ થી ખો આપતો આંતરરાષ્ટ્રીય “ડોન” ચપટીમાં જેલ ભેગો.. વાહ.. પંચમહાલ પોલીસ
વેજલપુર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ તરીકે R.R ગોહિલે ચાર્જ સંભાળતા ની સાથે જ એક પછી એક ગુનાઓનો ભેદ ફટાફટ ઉકેલી અને ગુનેગારો ઉપર સીકંજો કસતા ગુનેગારો અને બે નંબરીયાઓમાં ફફળાટ વ્યાપી ગયો હતો અને વેજલપુર પોલીસની કામગીરીની પ્રશંસા થતી જોવા મળી રહી છે ત્યારે છેલ્લા 37 વર્ષથી ગુજરાત મહારાષ્ટ્ર ગોવા સહિતના અનેક રાજ્યોમાં ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂકેલો અને વર્ષોથી પોલીસ પકડથી દૂર રહેલો તેમજ હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યમાં અનેક ગુનાં આચરી ફરાર થઈ ગયેલો આંતરરાષ્ટ્રીય ગુનેગાર ગુજરાત માંથી પસાર થતો હોવાની માહિતીના આધારે પંચમહાલ પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ એ તમામ વિસ્તારમાં નાકાબંધી તથા વાહન ચેકિંગ કરવાની સૂચનાઓ આપી હતી તેના ભાગરૂપે હાલોલ ના નાયબ પોલીસ અધિક્ષક વી.જે .રાઠોડ નાઓ તથા એલ.સી.બી પી.આઇ આર.એ .પટેલ ના સીધા માર્ગદર્શન અને ટેકનિકલ મદદના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના બાહોશ પી.એસ.આઇ આર .આર ગોહિલે પોતાના ચુંનંદા સ્ટાફ સાથે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીને પાછલી કેસ હિસ્ટ્રી નો અભ્યાસ કરતા આરોપી 37 વર્ષથી સતત ગુના કરતો હોવાની તેમજ ગંભીર ગુનાઓ જેવા કે ખંડણી વસૂલવી ,ખૂનની કોશિશ, ગેરકાયદેસર હથિયારો રાખવા, મારામારી કરવી, ખોટા દસ્તાવેજો બનાવવા અને ગુનાહિત કાવતરા રચવા સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂકેલો હોવાથી ગમે ત્યારે હુમલો પણ કરી શકે છે તેવી સંભાવના ઓના કારણે પી.એસ.આઇ .ગોહિલે પૂરી પૂર્વ તૈયારી અને સજ્જતા સાથે પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારના ખડકી ટોલનાકા ઉપર પોતાના સ્ટાફ સાથે ગોઠવાઈ ગયા હતા અને વાહન ચેકિંગને કામગીરી હાથ ધરી હતી જે દરમિયાન આ ગંભીર ગુના નો આરોપી ત્યાથી પસાર થતા તેને ઝડપી પાડી વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉચ્ચ અધિકારીઓને હાજરીમાં કડક રીતે પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ અનિલ ભગવાનદાસ જય સિંગાનિયા રહેવાસી ઉલ્હાસનગર, જિલ્લો થાણા, મહારાષ્ટ્રનો હોવાનું જણાવ્યું હતું
અને પોતાની સામે નોંધાયેલ ગુનાઓની કબુલાત કરી હતી આમ વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર .આર .ગોહિલે હિંમત અને બાહોશીથી તેમજ ટેકનિકલી રીતે સાધનોનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય ગુનેગારને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ છેલ્લા કેટલાક દિવસથી આરોપીનો પીછો કરી રહેલ મહારાષ્ટ્ર પોલીસને તેનો કબજો સોંપવામાં આવ્યો હતો જાણવા મળેલી વિગતો પ્રમાણે આરોપી અનીલ જય સિંઘાનિયા મહારાષ્ટ્રમાં પણ હાલમાં જ ગંભીર ગુનામાં ડેપ્યુટી સીએમ ના પત્ની સાથે છેતરપિંડી કરીને ભાગ્યો હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી રહી છે ત્યારે પીએસઆઇ આર આર ગોહિલના પ્રયાસોના કારણે આંતરરાષ્ટ્રીય ગુનેગાર ઝડપાઈ જતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પીએસઆઇ આર આર ગોહિલ ટેકનિકલ સોર્સ નો ઉપયોગ કરવામાં તેમજ ગુનેગારનું પગેરું દબાવી ગુનાનો ભેદ ઉકેલવામાં માહિર હોવાનું મનાય છે અને અત્યાર સુધીમાં ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થોના ગુનેગારોને તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી અને પોલીસ વિભાગમાં સારું એવું નામ ઊભું કરેલ છે તેમજ હ્યુમન સોર્સનો સારામાં સારો ઉપયોગ કરી અને ટેકનિકલ સાધનોના માધ્યમથી ગુનેગારોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મેળવેલ છે તેમજ છેલ્લા બે વર્ષમાં તેઓના કાર્ય ક્ષેત્રોમાં કોરોના કાળમાં તેઓ એક કરેલ સર્વશ્રેષ્ઠ કામગીરી તેમજ પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય સાધી અને પોલીસ વિભાગનું નામ પણ રોશન કર્યું છે તેમજ તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ હાલમાં જ ગુજરાત રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયના હાથે તેઓને એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એકવાર પોતાની ફરજના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય ગુનામાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી પંચમહાલ પોલીસનું નામ રોશન કર્યું છે
* 37 વર્ષથી અનેક રાજ્યની પોલીસને હંફાવતા મોસ્ટ વોન્ટેડ ગુનેગારને ઝડપી પાડતી વેજલપુર પોલીસ
* P S I ગોહીલ ની સતર્કતાથી વર્ષો થી પોલીસને ખો આપતો રહેલો શાંતિર આરોપી ઝડપાઇ ગયો
* 37 વર્ષથી સતત ગુના કરતો ગંભીર ગુનાઓ જેવા કે ખંડણી વસૂલવી ,ખૂનની કોશિશ, ગેરકાયદેસર હથિયારો રાખવા, મારામારી કરવી, ખોટા દસ્તાવેજો બનાવવા અને ગુનાહિત કાવતરા રચવા સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂકેલો