Chhota Udepur

તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સ ડે ની ઉજવણી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર જિલ્લામાં નર્સોની સેવા ભાવનાને માન આપવા અને તેમના યોગદાનની કદર કરવા દર વર્ષે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ જેતપુરપાવી તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગ દિવસની” Our Nurses Our Future” ની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ દ્વારા કેક કટિંગ, ક્વીઝ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં. કોલેજ ના પ્રિન્સીપાલ રીંકલબેન સ્ટાફ સહિત તમામ નર્સિંગ ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઈપણ દર્દીના સ્વાસ્થ્યમાં ડૉક્ટર જેટલું મહત્ત્વનું હોય છે, એટલું જ મહત્ત્વ નર્સનું પણ હોય છે. નર્સ બીમાર લોકોની સંભાળ રાખે છે. ડૉક્ટર આખો દિવસ દર્દી સાથે રહી શકતા નથી. નર્સ દર્દીની સ્થિતિનું નિરીક્ષણ કરે છે. નર્સોની આ સેવા ભાવનાને માન આપવા અને તેમના યોગદાનની કદર કરવા દર વર્ષે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

નર્સ એ કોઈ પણ હોસ્પિટલનું હૃદય છે

આંતરરાષ્ટ્રીય નર્સ ડે દર વર્ષે ૧૨ મેના રોજ ઉજવણી કરવામાં આવે છે. ઈ.સ.૧૮૨૦માં કલોરેન્સ નાઇટિંગલના જન્મની યાદમાં ઉજવણી થાય છે. જેને આધુનિક નર્સિંગના પાયા તરીકે ‘લેડી વિથ ધ લેમ્પ’ તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ કોઈ પણ હોસ્પિટલનું હૃદય છે. અને કોઈ પણ હોસ્પિટલ કે આડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતાં નથી. કોરોનાની પરિસ્થિતિમાં નર્સિંગ સ્ટાફ સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી. આવી કોરાના વોરિયર્સ નર્સ બહેનોને ઉત્સાહ વધારવા માટે તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં આંતરરાષ્ટ્રીય નર્સ ડે દિવસની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Trending

Exit mobile version