Panchmahal

MG મોટર તથા સહેલી સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

Published

on

એમ.જી મોટર ઇન્ડિયા લિમિટેડ અને સહેલી સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 કાર્યક્રમની ઉજવણી આજરોજ નાલંદા વિદ્યાલય ઘોઘંબા ના પટાંગણમાં ધમાકાભેર ઉજવાઈ.
કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે પંચમહાલ જિલ્લાના બાહોશ અધિકારીઓ એસપી તેજલબેન પટેલ કે જેઓ એસઆરપી ગ્રુપના કમાન્ડો ની ફરજ બજાવે છે તેમજ તેમની સાથે ડીએફઓ ડો. મીનલબેન જાની એ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં હાજર રહેલ સ્થાનિક બહેનો તથા એમ.જી કંપનીના યુવા મહિલા કર્મચારીઓને પ્રેરણાત્મક ઉદબોધન કર્યું.


કાર્યક્રમમાં ગુજરાતના ગૌરવ સમા 85 વર્ષીય ડોક્ટર ભગવતીબેન ઓઝા કે જેઓ પાયલોટ રનર ઉપરાંત સાયકલીસ્ટ છે તથા તેમની સાથે તાજેતરમાં જ મહામહિમ રાષ્ટ્રપતિ ના હાથે સન્માનિત થયેલ ગંગોત્રી સોનેટા કે જેઓ માઉન્ટેનર છે અને ફીટ 50 અંતર્ગત ટ્રાન્સ હિમાલયા પગપાળા કરી સૌને સાહસ ની પ્રેરણા આપનાર આ બંને સનારીઓ ને સન્માનિત કરી સહેલી ગ્રુપે ‘એજ ઇઝ જસ્ટ નંબર’નો સંદેશ આપ્યો મહિલા સહકારી દૂધ ઉત્પાદન મંડળી ગોઠની બહેનો ઉપસ્થિત રહી.
એમ જી કંપની ના જનરલ મેનેજર મોસમબેન જોશી અને કિરણસિંહ રાઠોડે યુવા સ્ત્રીઓને માહિતી આપતા જણાવ્યું કે સ્ત્રીઓને સશક્ત બનાવવા માટે તેમને શિક્ષણ અને રોજગારી આપવા અનિવાર્ય છે અત્યારે કંપનીમાં 1000 જેટલી મહિલા કર્મચારી કાર્યરત છે અને નજદીકના ભવિષ્યમાં આ સંખ્યા ડબલ થવા જઈ રહી છે ઉપસ્થિત જન્મદિનની એ આ વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું.

અંતમાં સહેલી સેવા ટ્રસ્ટના ફાઉન્ડર પ્રેસિડન્ટ કુમારી ભગવતીબેન જોષીએ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી ની અન ઉપસ્થિત માં તેઓ નો સંદેશ વાંચી સંભળાવ્યો અને જણાવ્યું કે સહેલી ટ્રસ્ટ ગ્રામ્ય અને શહેરી મહિલાઓ વચ્ચે એક સેતુ બનાવી સમન્વયની કામગીરી કરી રહ્યું છે વર્કિંગ વિમેન એસોસિએશન કે જે કામકાજી મહિલાઓ માટે એક સપોર્ટ સિસ્ટમ તરીકે કાર્યરત છે. યુવતીઓએ ફાગણના રસિયા સાથે મર્દાની, નુક્કડનાટક, ચીકી રાની જેવા ઉર્જાવાન નૃત્યો કરી કાર્યક્રમને જોશી લો અને રસીલો બનાવ્યો.
અંતમાં કુમારી નેહલબેન જોશી રોશની ભાવસાર શેફાલીબેન ઉપાધ્યાય શ્વેતા પટેલ અર્ચનાબેન નીતુબેન તેજસ્વીની બેન પરલીનબેન પૂર્ણિમાબેન પ્રીતિબેન પાયલબેન ગોહિલ અને નિધિ નૈયર નો વિશિષ્ટ આભાર માન્યો.

Advertisement

એમ.જી મોટર વતી અમિત મહેતા સૌનો આભાર માની ઘોઘંબા જેવાઆંતરીયાળ વનવાસી નગરમાં શિક્ષણ સંસ્કાર અને સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યરત સહેલી સેવા ટ્રસ્ટની કામગીરી ની પ્રશંસા કરી રિતેશભાઈ પ્રજાપતિ અને રણધીરસિંહ રાહુલજીએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો.

Advertisement

Trending

Exit mobile version