Vadodara

ડેસર હાઈસ્કૂલમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવાયો….

Published

on

શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસર અને NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે આજે તા.૦૯-૦૩-૨૦૨૩ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
તાલુકા પંચાયતના સદસ્ય તેજલબહેન પટેલ, નિમાબહેન પટેલ, ICDS સુપરવાઈઝર કુમારી દેવાંગીબહેન ગોસ્વામી, શાળાના શિક્ષિકા ઝંખનાબહેન શાહ, હેતલબહેન પંચાલ, અમૃતાબહેન વસાવા, રીંકલબહેન મહેશ્વરી, શાળાના આચાર્ય શૈલેશ એમ. માછી, શાળાની વિદ્યાર્થિનીઓની ઉપસ્થિતિમાં આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

સૌપ્રથમ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ બહેનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓ દિપીકા રોહિત(૯ બ), સમીરા રાઉલ (૧૧ બ), મનીષા પરમાર (૯ બ), ભારતી પરમાર(૧૧ અ) અને હિરલબેન બેલદારે (૯ બ) નારી વિષે સુંદર વક્તવ્ય આપ્યું હતું.

Advertisement

નારી શક્તિ, દીકરીઓના શિક્ષણ વિષે સરસ વાત ICDS સુપરવાઈઝર કુમારી દેવાંગીબહેન ગોસ્વામીએ કરી હતી. સાથે જ શાળા શિક્ષિકા બહેનો ઝંખનાબહેન શાહ, હેતલબહેન પંચાલ, અમૃતાબહેન વસાવા, રીંકલબહેન મહેશ્વરી વગેરેએ પણ મહિલા સશક્તિકરણ વિષે વાત કરી હતી.

અંતે શાળાના આચાર્ય શૈલેશ એમ. માછીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. નારીની ગઈકાલ, આજ અને આવતીકાલ અને વર્તમાન સમયમાં સમાજમાં નારીઓના યોગદાન વિષે સુંદર વક્તવ્ય આપ્યું હતું. સાથે સાથે તમામને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ ઉપસ્થિત તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Advertisement

શાળાના આચાર્ય શૈલેશ એમ. માછીએ ઉપસ્થિત મહિલાઓનું સ્મૃતિ ભેટ અને પુષ્પગુચ્છ આપી સન્માન – અભિવાદન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા અમૃતાબહેન વસાવાએ કર્યું હતું. અંતે સૌ મહેમાનો અને શાળાની વિદ્યાર્થિનીઓ અલ્પાહાર કરીને છૂટાં પડ્યાં હતા.

Advertisement

Trending

Exit mobile version