Chhota Udepur
કુંવરજીભાઈ બાવળિયાની છોટાઉદેપુર જીલ્લાના વિવિધ પ્રકલ્પો બાબતે મુલાકાત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- પાણી પુરવઠા મંત્રીએ કામ ચાલુ હોય તેવી યોજનાઓનું જાતે નિરીક્ષણ કર્યું
મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જળસંપતિ, અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અમે ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો, તા.૧૦ જુલાઈના રોજ છોટાઉદેપુર જીલ્લાના વિવિધ સ્થળો પર બની રહેલા પ્રકલ્પોની મુલાકાત લઈ સુપરવિઝન કર્યું હતું. તેઓ તાપી, આહવાના અમુક સ્થળો પર જઈ રોડ માર્ગ દ્વારા છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રામી ડેમ પર સૌ પ્રથમ મુલાકાત લીધી હતી. ત્યાંથી તેઓ જેતપુર તાલુકાના સખાન્દ્રા ગામે જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત માટે ગયા હતા.
ત્યાં તેમણે જીણવંટ ભર્યું નિરીક્ષણ કરી અધિકારીઓની પાસેથી પ્રોજેક્ટની વિગતો મેળવી હતી. અહી તેમણે અધિકારીઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ રોઝ્કુવા પાણી પુરવઠા યોજનાની મુલાકાત કરી હતી. આ ત્રણે યોજનાઓમાં ૫૦-૬૦% કામ થયેલ છે. આ યોજના પૂર્ણ થતા છોટાઉદેપુર જીલ્લાના ઉનાળાનો પાણીનો પ્રશ્ન ઓછો થવા પામશે. આ તમામ યોજનાઓ ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૪ સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. તા.૯ન રોજ સાંજના સમયે વધારે માત્રામાં વરસાદ થવાથી તેમના પ્રવાસ થોડો ખોરવાઈ ગયો હતો. રાત્રીના સમયે ૯ વાગ્યા સુધીમાં તેઓ સર્કિટ હાઉસ પહોચ્યા હતા જ્યાં તેમણે રાત્રી રોકાણ કર્યું હતું. તેઓ છોટાઉદેપુર જીલ્લા પછી દાહોદ અને પંચમહાલ જીલ્લાના વિવિધ સ્થળોએ પણ અહીથી જવાના હતા, આમ ત્રણ દિવસનો સતત બાય રોડ પ્રવાસ કરી તેઓ તા.૧૩ના રોજ ગાંધીનગર મુકામે રવાના થવાના છે.