Gujarat
ઈન્વેસ્ટમેન્ટ : બજેટ-2023 ઉત્તમ /અતિ ઉત્તમ
લાંબાગાળાના ટર્નિંગ પોઈન્ટ સમાન 2024 ની લોકસભાની ચૂંટણી અગાઉનુ છેલ્લું ફૂલ ફ્લેટ બજેટ એટલે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આજરોજ લોકસભામાં રજૂ થયેલ બજેટ. ચૂંટણી સામે હોય એટલે સામાન્ય ધારણા એવી થાય કે બજેટ પોપ્યુલિસ્ટ એટલે કે લોકપ્રિય /સામાન્ય જનતાને ખુશ કરવાવાળું હશે પરંતુ બજેટ અગાઉ નો સર્વે તથા રાજકીય તેમજ આર્થિક નિષ્ણાતોની ધારણા હતી કે બજેટ પોપ્યુલિસ્ટ નહીં હોય પણ ગ્રોથ ઓરિએન્ટેડ હશે. જોકે નાણાંપ્રધાને બધાને ખોટા પાડ્યા, ખુશ કર્યા, ચોંકાવ્યા, જનતાને એટલે કે સામાન્ય માનવીને ખુશ કરવો હોય તો ઇન્ડસ્ટ્રી/કોર્પોરેટને નારાજ કરવા પડે પરંતુ નિર્મલાજીએ ખૂબ જ કાળજીપૂર્વક બધાને સાચવી બતાવ્યા.
નાણાં પ્રધાને નજીકના ભવિષ્યના લાભ ગેરલાભને ધ્યાનમાં રાખવા સાથે આગામી 25 વર્ષ માટેનો રોડ મેંપ પણ દર્શાવી દીધો. જેમ જેમ બજેટ ની જોગવાઈઓ જાણવામાં આવતી જશે સમજવામાં આવશે તેમ તેમ તેની ઉપયોગીતા સમજાશે તેમ છતાં જે કેટલીક મહત્વની જોગવાઈઓ ધ્યાનમાં આવી રહી છે તે મુજબ મહિલા સન્માન પત્ર કે જે બે વર્ષ માટે સાડા 7.5 % વ્યાજ મહિલાઓને આપશે. સરકાર ની શીનિયર સીટીઝન સ્કીમમાં રોકાણ માટેની મર્યાદા જે 15 લાખ હતી તે 30 લાખ કરવામાં આવી તથા તેના પરનું વ્યાજ પણ આઠ ટકા જેવું જાહેર કરાયું એ બંને બાબતો ખુબજ આવકાર દાયક છે.
ટુરિઝમ તથા ઇન્ફ્રાટ્રક્ચર ને વેગ આપતું લાંબા ગાળાના ઇન્વેસ્ટરોને બજાર માં આકર્ષણ ઓફર કરતું ઈઝ ઓફ ડુઈંગની સાથે ફિસ્કલ ડેફિસિટને પણ કંટ્રોલમાં રાખવામાં નાણામંત્રી સફળ રહ્યા છે. દેશની લાંબા ગાળાની જરૂરિયાતોને ઊંડાણથી જોઈ સમજીને તેનો ખ્યાલ રાખવા સાથે તે આડે ની અડચણો ને દૂર કરવાનો આવકાર્ય પ્રયત્ન હાથ ધરાયો છે સૌથી વધુ જેની અપેક્ષા અને ઇંતજાર હતો તે મુજબ ટેક્ષ લીમોટ માં અણધારી આકર્ષક છૂટ સાથે દૂરગામી હકારાત્મક પરીવર્તન કરીને નાણાપ્રધાને સમાજના દરેક વર્ગના સ્વપ્નાને પૂરા કરવાની દિશામાં પ્રશંસનીય પ્રયત્નો કરાયા છે જેને કારણે કેટલાક માર્કેટ એક્સપર્ટ દ્વારા આ બજેટને 10 માંથી 10 માર્ક આપવામાં આવ્યા છે
પ્રદીપ એમ.પરીખ
(શેર માર્કેટ અભ્યાસુ)
9773436448