Connect with us

Tech

ACનું કુલિંગ થઈ ગયું છે ઓછું? બસ કરો આ કામ, મળશે નવા AC જેવી ઠંડક

Published

on

મે-જૂનની આકરી ગરમીમાં મોટાભાગના લોકો એસી ની સામે બેસી રહે છે, જેથી તેમના શરીરને ઠંડક મળે. આ ગરમીમાં કુલર અને પંખા કામ કરવાનું બંધ કરી દે છે. એટલા માટે લોકો AC નો ઉપયોગ કરે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં ACની સર્વિસ કરવી ખૂબ જ જરૂરી છે.

જો તેનું યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો એસીની ઠંડક પણ ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે AC ની ઠંડક વધારી શકો છો અને તેના ફિલ્ટરને ઘરે સાફ કરીને તેનું કુલિંગ વધારી શકો છો.

Advertisement

જ્યારે તમે ઘરે ACનો ઉપયોગ કરો છો, ત્યારે તેની ફિલ્ટર ધૂળ અને ગંદકીના કારણે બ્લોક થઈ જાય છે, જેના કારણે AC યોગ્ય રીતે ઠંડુ થતું નથી અને તેની ઠંડક પણ ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં એસી ફિલ્ટરને સમયાંતરે સાફ કરતા રહેવું જરૂરી છે.

જો તમે તમારા ACને ઠંડુ રાખવા માંગો છો, તો સમય સમય પર તેના ફિલ્ટરને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે, ACનો ફ્લૅપ ખોલો, તમને તેમાં બે ફિલ્ટર ઇન્સ્ટોલ કરેલા જોવા મળશે.

Advertisement

આ ફિલ્ટરને બહાર કાઢો, સૌપ્રથમ તેમાથી ધૂળ કાઢો, પછી બ્રશની મદદથી તેમાં એકઠી થયેલી બધી ગંદકીને સાફ કરો અને તેને ધોઈ લો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને તમારા ACમાં પાછું ફીટ કરી દો.

હવે સવાલ એ થાય છે કે તમારે એસી ફિલ્ટરને કેટલા સમયે સાફ કરવાની જરૂર પડે છે? તમારે દર 4 થી 6 અઠવાડિયે AC ફિલ્ટર સાફ કરતા રહેવું જોઈએ. તમે સ્પ્લિટ અને વિન્ડો AC બંનેમાં ફિલ્ટરને સાફ કરી શકો છો.

Advertisement

જો તમે સમય-સમય પર AC ફિલ્ટરને સાફ ન કરો તો તેના કોમ્પ્રેસર પર ભાર રહે છે અને AC ઝડપથી બગડી શકે છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!