Panchmahal
હાલોલ નગરનો આ વિકાસ માર્ગ છે કે વિનાશ માર્ગ નગરજનો મુઝવણ માં :તંત્ર હમ નહિ સુધરેગે

(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલની ભૂગર્ભ ગટર યોજના નું ખાતમુહૂર્ત કોઈ અશુભ ચોઘડીયામાં થયું હોય તેવું લાગે છે કારણ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા એક સાધે અને 13 તૂટે એવો ઘાટ બને છે ગઈકાલથી શરૂ કરવામાં આવેલ કામ પણ કોઈ પણ જાતની તપાસ કે ચકાસણી વગર શરૂ કરવામાં આવતા ભૂગર્ભ લાઇન માટે બનાવવામાં આવેલ કુંડીઓ પરના ઢાંકના છે કે નહીં તેની તપાસ કર્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર ડસ્ટ પાથરવાનું શરૂ કરવામાં આવ્યું ભૂગર્ભ ગટર લાઈન આવતી ઘણી બધી 20 ફૂટ ઉડી કુંડીઓ પર ઢાંકણાઓ તૂટી ગયા છે અથવા તો ઢાંકણા છે જ નહીં આ વખતે બાસ્કા તરફથી મુસાફરો ભરીને એક રીક્ષા આવતી હતી.
આ રીક્ષા નું એક ટાયર ઢાંકણા વગરની કુંડી પર પાથરવામાં આવેલ ડસ્ટને લઈને રીક્ષા ચાલકની ધ્યાનમાં ન આવતા કુંડીમાં ટાયર ફસાયુ પરિણામે મુસાફરો સાથેની રીક્ષા અડધી નમી ગઈ પેસેન્જર ના જીવ તાળવે ચોટાયા હમના રીક્ષા પલટસે પરંતુ નસીબ જોગે રીક્ષા પલટી નહી અને પેસેન્જર સલામત રીતે બહાર નીકળી શક્યા આજુબાજુથી પસાર થતા લોકોએ રીક્ષા ચાલકને મદદ કરી સદર કુંડી માંથી ફસાયેલા ટાયરની બહાર કાઢ્યું પરંતુ ઢાંકણા વગરની કુંડી પર ડસ્ટ પાથરવામાં આવતા ડસ્ટથી કુંડી ભરાઈ ગઈ હશે ફરી જ્યારે પાણી શરૂ થશે ત્યારે એ ડષ્ટ કાઢવા માટે રોડ તોડવો પડશે અને ડસ્ટ બહાર કાઢવો પડશે હાલોલ નગરનો આ વિકાસ માર્ગ છે કે વિનાશ માર્ગ છે તેનો ખુલાસો તંત્ર એ અને કોન્ટ્રાક્ટરે કરવો જોઈએ બીજું ત્રણ માસ બાદ રોડનું કામ શરૂ થતાં ગામ લોકોમાં કંઈક રાહતની લાગણી દેખાઈ હતી પરંતુ કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા કોઈપણ જાતની વ્યવસ્થા વગર કે ડાયવર્ઝન વગર ડસ્ટ પાથરવાનું કામ સારુ કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન હતું.
આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ દ્વારા કોઈ જાતના પગલાં ભરવામાં આવતા નથી આ ટ્રાફિક જામ માટે દુકાનદારો દ્વારા આડેધડ કરવામાં આવેલ પાર્કિંગ નો પણ દોષ છે જોકે તાજેતરમાં થોડાક દિવસ પહેલા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેક પત્રકારોએ રજૂઆત કરી હતી કે કંજરી ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે જેથી ટ્રાફિકને અડચણ ન પડે તે વખતે ખૂબ સારો સુંદર અને લોકોને ગમે તેવો જવાબ આપી લોકોને સંતોષ આપ્યો હતો પરંતુ ત્યારબાદ આજ દિન સુધી કંજરી ચાર રસ્તા પર એક પણ ટ્રાફિક પોલીસ જીઆરડી કે હોમગાર્ડ હોતો નથી માત્ર કાગળ પર વહીવટ ચલાવતું પોલીસ તંત્ર આ અંગે વિચારશે ખરું.